Parineeti Raghav Wedding/ જુઓ પરિણીતી-રાઘવના લગ્નની તસ્વીરો, ઓફ-વ્હાઈટ સ્ટાર સ્ટડેડ લહેંગામાં દેખાતી હતી અપ્સરા 

પરિણીતી ચોપરાના ચાહકોની રાહ પૂરી થઈ ગઈ છે. અભિનેત્રીએ લગ્નની તસવીરો શેર કરી છે. આ તસવીરો મંડપથી જયમાલા સુધીની છે. આ તસવીરોમાં આ નવવિવાહિત કપલ ​​ખૂબ જ ક્યૂટ લાગી રહ્યું છે. આ સાથે જ બંનેની કેમેસ્ટ્રી પણ ખૂબ જ આકર્ષક લાગે છે

Trending Entertainment
પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે પહોંચ્યા હતા મંદિર 2023 09 25T115212.037 જુઓ પરિણીતી-રાઘવના લગ્નની તસ્વીરો, ઓફ-વ્હાઈટ સ્ટાર સ્ટડેડ લહેંગામાં દેખાતી હતી અપ્સરા 

પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની પ્રથમ તસવીરો અહીં છે. આ તસવીરો મંડપથી લઈને લગ્ન સુધીની છે જેમાં આ બંને સ્ટાર્સ એકબીજાનો હાથ પકડેલા જોવા મળ્યા હતા. અભિનેત્રી બ્રાઈડલ લહેંગામાં સુંદર લાગી રહી હતી. અભિનેત્રીએ આ તસવીરોને સુંદર કેપ્શન સાથે શેર કરી છે. અભિનેત્રીએ આ તસવીરો શેર કરતાની સાથે જ સેલેબ્સ પરિણીતી અને રાઘવના લગ્નની તસવીરો પર પ્રેમ વરસાવવા લાગ્યા.

પહેર્યો હતો ઓફ વાઈટ રંગનો લહેંગા

4 41 જુઓ પરિણીતી-રાઘવના લગ્નની તસ્વીરો, ઓફ-વ્હાઈટ સ્ટાર સ્ટડેડ લહેંગામાં દેખાતી હતી અપ્સરા 

આ તસવીરોમાં પરિણીતી ચોપરા મનીષ મલ્હોત્રાના ડિઝાઈનર ઓફ-વ્હાઈટ રંગના હેવી સિક્વન્સ વર્ક લેહેંગા પહેરેલ જોવા મળી હતી. તસવીરોમાં અભિનેત્રીએ દુપટ્ટાને આગળથી માત્ર શોર્ટ ચોલીની લેન્ગ્થ સુધી અને પાછળથી ઘણો લાંબો રાખ્યો હતો. પરિણીતી સાથે મેચ કરતા રાઘવ પણ ઓફ-વ્હાઈટ રંગની શેરવાનીમાં જોવા મળ્યો હતો. આ સાથે તેના માથા પર બાંધેલી સાફો પણ ડ્રેસ સાથે મેચ થઈ રહ્યો હતો.

4 42 જુઓ પરિણીતી-રાઘવના લગ્નની તસ્વીરો, ઓફ-વ્હાઈટ સ્ટાર સ્ટડેડ લહેંગામાં દેખાતી હતી અપ્સરા 

પરિણીતીએ હેવી નેકલેસ સાથે પોતાનો લુક પૂરો કર્યોઃ

4 40 જુઓ પરિણીતી-રાઘવના લગ્નની તસ્વીરો, ઓફ-વ્હાઈટ સ્ટાર સ્ટડેડ લહેંગામાં દેખાતી હતી અપ્સરા 

તેના લુકને પૂર્ણ કરવા માટે પરિણીતીએ તેના ગળામાં હેવી કુંદન નેકલેસ પહેર્યો હતો. આ કુંદન નેકલેસના સ્ટોન લાઈટ ગ્રીન અને વાઈટ રંગના છે. આ સાથે કાનમાં નાના ટોપ્સ અને માથા પર પર ગ્રીન કલરના સ્ટોન વાળો માંગટીકો લગાવવામાં આવ્યો હતો. ફોટામાં, અભિનેત્રી તેના હાથમાં મેચિંગ બંગડીઓ અને તેના ગળામાં સફેદ ફૂલોની જયમાળાએ  તેના લુકમાં ચાર ચાંદ લગાવી દીધા હતા.

સેલેબ્સ અભિનંદન આપી રહ્યા છે

પરિણીતી ચોપરાએ તેના ભવ્ય લગ્ન દિવસની આ તસવીરો શેર કરતાની સાથે જ સેલિબ્રિટીઓએ તેને અભિનંદન આપવાનું શરૂ કર્યું. પરિણીતીની કઝિન બહેન અને તેની લવ બહેન પ્રિયંકા ચોપરાએ કોમેન્ટ કરીને લખ્યું – ‘મારા આશીર્વાદ હંમેશા તમારી બંને સાથે છે.’ વરુણ ધવને લખ્યું- અભિનંદન. આ સાથે નીના ગુપ્તા, ડબ્બુ રત્નાની અને એશા દેઓલે અભિનંદન આપતાં હાર્ટ આઈકન શેર કર્યું હતું.

આ પણ વાંચો:Parineeti Raghav Wedding/પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નની તસવીરો સામે આવી…

આ પણ વાંચો:Parineeti Raghav Wedding/પરિણીતી ચોપરાએ અને રાઘવ ચઢ્ઢા લગ્નના બંધનમાં બંધાયા, જુઓ તસવીર

આ પણ વાંચો:Parineeti Raghav Wedding/સાત ફેરા લઈને એકબીજાના થઇ ગયા રાઘવ અને પરિણીતિ