Not Set/ 2-જી સ્પેક્ટ્રમ કેસમાં કોર્ટના નિર્ણય બાદ પૂર્વ પીએમ મનમોહન સિંહે આપી આ પ્રતિક્રિયા, જુઓ

યુપીએ-2 ની સરકાર દરમિયાન સામે આવેલા ટેલીકોમ ક્ષેત્રના સૌથી મોટા 2-જી સ્પેક્ટ્રમના ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યા બાદ કોંગેસ પાર્ટી સત્તારૂઢ પાર્ટી ભાજપ પર નિશાન સાધી રહી છે. ત્યારે પૂર્વ પીએમ મનમોહન સિહે આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું, “ભ્રષ્ટાચારના આરોપો ખોટી નિયતથી લગાવવામાં આવ્યા હતા અને યુપીએ સરકારની સામે પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો હતો”. […]

India
PM Manmohan Singh PTI social 2-જી સ્પેક્ટ્રમ કેસમાં કોર્ટના નિર્ણય બાદ પૂર્વ પીએમ મનમોહન સિંહે આપી આ પ્રતિક્રિયા, જુઓ
યુપીએ-2 ની સરકાર દરમિયાન સામે આવેલા ટેલીકોમ ક્ષેત્રના સૌથી મોટા 2-જી સ્પેક્ટ્રમના ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યા બાદ કોંગેસ પાર્ટી સત્તારૂઢ પાર્ટી ભાજપ પર નિશાન સાધી રહી છે. ત્યારે પૂર્વ પીએમ મનમોહન સિહે આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું, “ભ્રષ્ટાચારના આરોપો ખોટી નિયતથી લગાવવામાં આવ્યા હતા અને યુપીએ સરકારની સામે પ્રોપેગેંડા ફેલાવવામાં આવ્યો હતો”.
મનમોહનસિંહે જણાવ્યું, “કોર્ટના ચુકાદા બાદ તમામ આરોપ બેબુનિયાદ અને ખોટા સાબિત થયા છે. આ નિર્ણય જ બધું જ દર્શાવે છે”.
મહત્વનું છે કે, ગુરુવારે સીબીઆઈની સ્પેશીયલ કોર્ટે આ કેસના ચુકાદો આપતા પૂર્વ ટેલીકોમ મંત્રી એ.રાજા અને ડીએમકેના સાંસદ કનીમોઝી સહિત તમામ ૧૯ આરોપીઓને નિર્દોષ સાબિત કર્યા છે.