Not Set/ પ્રો-કબડ્ડી મેચનો રોમાંચ હવે અમદાવાદમાં મળશે જોવા, જાણો કઇ કઇ ટીમ રમશે

અમદાવાદમાં રહેતા પ્રો-કબડ્ડીનાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સોમવારથી અમદાવાદમાં પ્રો-કબડ્ડી લીગનાં પ્લેઓફ રાઉન્ડ મેચનનું રોમાંચ જોવા મળશે. પ્લેઓફ મેચમાં ટોપની છ ટીમો વચ્ચે ટક્કર થશે. અમદાવાદનાં ટ્રાન્સટેડિયા બાય અરેના ખાતે રમાનારી આ મેચને લઇને તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે. અમદાવાદનાં ટ્રાન્સસ્ટેડિયા બાય અરેના ખાતે રમાનારી આ મેચને લઈને તૈયારીઓ પૂરજોશમાં […]

Ahmedabad Gujarat
Pro Kabaddi પ્રો-કબડ્ડી મેચનો રોમાંચ હવે અમદાવાદમાં મળશે જોવા, જાણો કઇ કઇ ટીમ રમશે

અમદાવાદમાં રહેતા પ્રો-કબડ્ડીનાં ચાહકો માટે એક સારા સમાચાર સામે આવ્યા છે. સોમવારથી અમદાવાદમાં પ્રો-કબડ્ડી લીગનાં પ્લેઓફ રાઉન્ડ મેચનનું રોમાંચ જોવા મળશે. પ્લેઓફ મેચમાં ટોપની છ ટીમો વચ્ચે ટક્કર થશે. અમદાવાદનાં ટ્રાન્સટેડિયા બાય અરેના ખાતે રમાનારી આ મેચને લઇને તૈયારીઓ પૂર જોશમાં ચાલી રહી છે.

અમદાવાદનાં ટ્રાન્સસ્ટેડિયા બાય અરેના ખાતે રમાનારી આ મેચને લઈને તૈયારીઓ પૂરજોશમાં છે. જો કે ગુજરાતની હોમટીમ ગુજરાત ફોર્ચ્યૂન જાયન્ટ્સ પ્લે ઓફમાં રમવાની નથી. જેથી અમદાવાદના કબડ્ડીઓને થોડી નિરાશા જરૂર છે. છતાં દબંગ દિલ્હી,બંગાળ વોરિયર્સ, યુપી યોદ્ધા, યુ મુમ્બા, હરિયાણા સ્ટીલર્સ અને બેંગ્લોર બૂલ્સની મેચ જોવા કબડ્ડી પ્રેમીઓ ઉત્સાહીત છે.

અમદાવાદમાં યોજાનારી પ્લેઓફ રાઉન્ડ મેચને લઇને દર્શકોની સાથે ખેલાડીઓ પણ અતિ ઉત્સાહિત જોવા મળી રહ્યા છે. દબંગ દિલ્હી ટીમનાં કેપ્ટન જોગીન્દર નરવાલે મીડિયા સમક્ષ પોતાની વાત રાખતા કહ્યુ કે, તેઓ આ મેચને લઇને ઉત્સાહિત છે, અમે ટૂર્નામેન્ટમાં ઉપરનાં ક્રમાંકે છીએ,અમારી મેચ યુપી યોદ્ધા અને બેંગ્લોર બૂલ્સમાંથી જે જીતશે તેની સામે થશે. સાથે તેમણે કહ્યુ કે, અમે મેચને લઇને પૂરી તૈયારીઓ કરી દીધી છે, અમારા ખેલાડીઓ પૂરી રીતે ફીટ છે. અમે આ મેચમાં અમારુ 100 % આપીશુ અને દર્શકોને એક સારી મેચ જોવા મળશે.

વળી બીજી તરફ હરિયાણા સ્ટીલર્સ ટીમનાં ખેલાડીએ કહ્યુ કે, અમે ક્વોલિફાઇ થઇ ગયા અને ક્વાર્ટર ફાઇનલ રમાવાની છે. આ મેચમાં કેવી રીતે રમવુ તે દરેક પ્લાન કોચ સાથે મળીને કરવામાં આવ્યુ છે, અમે ઘણી પ્રેક્ટિસ કરી છે. અમે હવે મેચ રમવા તૈયાર છીએ.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવો મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.