Not Set/ જુઓ,આજની હેડલાઈન

11:30am સુરેન્દ્રનગર: 6 વર્ષના ભદ્ર પરમાર છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલો હતો.તેનો મૃતદેહ તેના જ ઘરના સૂટકેસમાંથી મળી આવ્યો હતો. ભદ્રની હત્યા તેની સાવકી માતાએ કરી છે તેવું તેના પિતાનું કહેવું છે. આ મામલે પોલીસે માતાની અટકાયત કરી છે. —————————————————————————— બનાસકાંઠા: ધનિયાણા ચોકડી પાસે  ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીપમાં સવાર મહિલાને માથાના ભાગે ઇજા પહોંચી […]

Gujarat
PARTH 2 જુઓ,આજની હેડલાઈન

11:30am

સુરેન્દ્રનગર: 6 વર્ષના ભદ્ર પરમાર છેલ્લા કેટલાક દિવસથી ગુમ થયેલો હતો.તેનો મૃતદેહ તેના જ ઘરના સૂટકેસમાંથી મળી આવ્યો હતો. ભદ્રની હત્યા તેની સાવકી માતાએ કરી છે તેવું તેના પિતાનું કહેવું છે. આ મામલે પોલીસે માતાની અટકાયત કરી છે.

——————————————————————————

બનાસકાંઠા: ધનિયાણા ચોકડી પાસે  ટ્રક અને જીપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જીપમાં સવાર મહિલાને માથાના ભાગે ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્ત મહિલાને હોસ્પિટલ અંગે ખસેડાઇ હતી.

——————————————————————————

બનાસકાંઠા:  થરાદ ચાર રસ્તા પર હિટ એન્ડ રનમાં ઉદાભાઈ વાઘાભાઈ જોશીનું મોત નિપજ્યું હતું. અજાણ્યો વાહન ચાલક મોત નિપજાવી ફરાર થયો હતો. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી

——————————————————————————

મહેસાણા:  કન્યા વિદ્યાલયમા અભ્યાસ કરતી  ધોરણ 10ની વિદ્યાર્થીનીએ પરીક્ષાના ભયના કારણે અગ્નિસ્નાન કરી આપઘાત કર્યો હતો. વિદ્યાર્થીનીનું  સારવાર દરમિયાન મોત થયું હતું. આ મામલે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

——————————————————————————

તાઇવાન: હુઆલીન શહેરમાં 6.4 ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયા છે. આ ભૂકંપમાં 2 નાં મોત થયા છે. ત્યારે  100 થી વધુ ઘાયલ થયા છે. ભૂકંપથી સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે.

——————————————————————————