IPL/ KKR ની હાર બાદ સેહવાગે WWE નો વીડિયો કર્યો શેર, જુઓ

આઈપીએલ 2021 માં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી.

Sports
mmata 76 KKR ની હાર બાદ સેહવાગે WWE નો વીડિયો કર્યો શેર, જુઓ

આઈપીએલ 2021 માં મુંબઈ ઈન્ડિયન્સ અને કોલકાતા નાઈટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઈ હતી. પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સએ રાહુલ ચહર અને કુનાલ પંડ્યાની શાનદાર સ્પિન બોલિંગનાં દમ પર કોલકાતા નાઈટ રાઇડર્સને 10 રને હરાવી સીઝનની પ્રથમ જીત નોંધાવી છે. જેને લઇને પૂર્વ બેટ્સમેન સેહવાગે એક વીડિયો શેર કર્યો છે.

mmata 77 KKR ની હાર બાદ સેહવાગે WWE નો વીડિયો કર્યો શેર, જુઓ

મુંબઈ અને કોલકતા વચ્ચે રમાયેલી મેચ છેલ્લી ઓવર સુધી પહોંચી હતી. કેકેઆરને છેલ્લી ઓવરમાં 15 રનની જરૂર હતી, પરંતુ તેઓ તે કરી શક્યા નહીં. એક સમયે એવું લાગતું હતું કે, કેકેઆર સરળતાથી જીતી જશે, પરંતુ છેલ્લી 5 ઓવરમાં મુંબઇએ જબરદસ્ત કમ બેક કર્યું અને મેચને પોતાની તરફ ખેંચી લીધી હતી. વીરેન્દ્ર સેહવાગે પોતાના અંદાજમાં વર્ણવ્યું છે કે, કેવી રીતે મુંબઇએ કોલકાતાને હરાવ્યું. તેણે ઈન્સ્ટાગ્રામ પર અંડરટેકરનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીરેન્દ્ર સહેવાગે WWE નો વીડિયો શેર કર્યો છે, જેમાં અંડરટેકર કબરમાં પડેલો છે. જેવો રેસલર રેન્ડી ઓર્ટન તેને નજીક આવતાંની સાથે જ અન્ડરટેકરે તેની આંખો ખોલી અને ઓર્ટનનું ગળા પકડી લે છે. તે ઉભો થાય છે અને ઓર્ટનને ફટકારી કબરમાં પાડી દીધો હતો. વીડિયો શેર કરતી વખતે સેહવાગે કેપ્શનમાં લખ્યું કે, ‘છેલ્લી 5 ઓવરમાં મુંબઈ ઈન્ડિયન્સે કેકેઆર સાથે કંઈક આવું જ કર્યું હતુ.’

Instagram will load in the frontend.

વેસ્ટ ઇન્ડીઝનાં ઓલરાઉન્ડર ડીજે બ્રાવોએ પણ આ વીડિયો પર પ્રતિક્રિયા આપી છે. તેમણે કોમેન્ટ સેક્શનમાં ઘણા હસતા ઘમા ઇમોજી શેર કર્યા છે. ક્રિકેટર નમન ઓઝાએ પણ હાસ્યસ્પદ ઇમોજી શેર કરી હતી. મેચમાં રાહુલે ચાર ઓવરમાં 27 રન આપીને ચાર વિકેટ ઝડપી હતી, જ્યારે ક્રુનાલે ચાર ઓવરમાં માત્ર 13 રન ખર્ચ કર્યા બાદ એક વિકેટ લીધી હતી. ટ્રેન્ટ બોલ્ટે પણ છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ કરી અને બે વિકેટ ઝડપી હતી. તેણે ચાર ઓવરમાં 27 રન આપ્યા હતા. આન્દ્રે રસેલે છેલ્લી ઓવરમાં પાંચ વિકેટ ઝડપી હતી, જેમાં પ્રથમ બેટિંગ કરતા મુંબઈ ઈન્ડિયન્સને 20 ઓવરમાં 152 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી. નીતિશ રાણા અને શુભમન ગિલની પ્રથમ વિકેટ માટે 72 રનની ભાગીદારી બાદ, કેકેઆરની ટીમ 20 ઓવરમાં સાત વિકેટે 142 રન બનાવી શકી હતી.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ