તપાસ/ મિઝોરમમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત,એનઆઇએ તપાસ શરૂ કરી

આ વિસ્ફોટક કેસમાં, 22 જૂનના રોજ આસામ રાઇફલ્સ દ્વારા બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા

Top Stories
nia 1 મિઝોરમમાં વિસ્ફોટક સામગ્રી જપ્ત,એનઆઇએ તપાસ શરૂ કરી

રાષ્ટ્રીય તપાસ એજન્સીને (એનઆઇએે)  મિઝોરમમાંથી વિસ્ફોટકો  સામગ્રી મળી આવતાં  આ કેસની  તપાસ તેણે  શરૂ કરી દીધી છે. ગૃહ મંત્રાલયે આ કેસની તપાસ એનઆઇએને સોંપ્યા બાદ ગુરુવારે તપાસ હાથ ધરી અને કેસ ફરીથી નોંધ્યો છે, આ કેસ એવા સમયે નોંધવામાં આવ્યો છે જ્યારે 26 જુલાઈના રોજ આસામ અને મિઝોરમ વચ્ચે સરહદી વિવાદને લઈને લોહીનો ઝઘડો થયો હતો.

આ વિસ્ફોટક કેસમાં, 22 જૂનના રોજ આસામ રાઇફલ્સ દ્વારા બે વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા અને મ્યાનમારમાં દાણચોરી કરવામાં આવતા હથિયારોનો જથ્થો મળી આવ્યો હતો. જેમાં છ કાર્ટૂનમાં 3,000 ખાસ પ્રકારના ડિટોનેટર, 37 પેકેટમાં 925 ઇલેક્ટ્રિક ડિટોનેટર, ચાર બોક્સમાં 2000 મીટર લાંબી ફ્યુઝ અને 63 બોરીમાં વિસ્ફોટકો. વિસ્ફોટક પાવડરનું કુલ વજન 1.3 ટન હતું.

અધિકારીઓને શંકા છે કે વિસ્ફોટકો મિઝોરમથી મ્યાનમાર આર્મી વિરુદ્ધ ચિન નેશનલ આર્મી  દ્વારા ઉપયોગ માટે લાવવામાં આવ્યાે હતો. આ કામગીરી મિઝોરમના ફરકોન રોડ ટ્રેક જંકશન વિસ્તારમાં આસામ રાઇફલ્સ (પૂર્વ) હેઠળ સેક્ટર 23 આસામ રાઇફલ્સની સરછીપ બટાલિયન દ્વારા હાથ ધરવામાં આવી હતી.જપ્ત કરેલી વસ્તુઓ અને પકડાયેલા લોકોને ડુંગતાલંગ પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યા હતા અને ત્યાં એફઆઈઆર નોંધવામાં આવી હતી. મિઝોરમમાં દાણચોરીનો આ નવો કિસ્સો નથી. ભૂતકાળમાં પણ ઘણી વખત વિસ્ફોટક સામગ્રી મળી આવી છે. આ વચ્ચેનું સૌથી મોટું કારણ એ છે કે મિઝોરમ અને મ્યાનમાર વચ્ચે સરહદ છે.