Accident/ હરણી બોટ દુર્ઘટનામાં પોલીસની ગંભીર બેદરકારી, FIRમાં ખોટુ સરનામું

હરણી બોટ દુર્ઘટના મામલે પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે.  ઉતાવળમાં એફઆઈઆરમાં ચકાસણી કર્યા વિના આરોપીઓનું ખોટું એડ્રેસ લખ્યું હોવાની માહિતી સામે આવી છે. પોલીસે પૂરતી તપાસ કર્યા વિના FIR નોંધતા આરોપીઓને છટકવાનો સમય મળી ગયો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 19T171758.510 હરણી બોટ દુર્ઘટનામાં પોલીસની ગંભીર બેદરકારી, FIRમાં ખોટુ સરનામું

Vadodara News: હરણી બોટ દુર્ઘટના મામલે પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે.  ઉતાવળમાં એફઆઈઆર નોંધતી વખતે ચકાસણી કર્યા વિના આરોપીઓનું ખોટું એડ્રેસ લખ્યું હોવાની માહિતી સામે આવી છે. પોલીસે પૂરતી તપાસ કર્યા વિના FIR નોંધતા આરોપીઓને છટકવાનો સમય મળી ગયો છે.

વડોદરામાં 15 જેટલા લોકોના મૃત્ થયા બાદ હરણી પોલીસે આજે 18 લોકો વિરૂદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરવામાં આવી છે. પણ મળતી માહિતી મુજબ પોલીસે FIRમાં ખોટું એડ્રેસ લખતા પોલીસની ગંભીર બેદરકારી સામે આવી છે. મુખ્ય બે બિનીત કોટિયા અને હિતેશ કોટિયાના ઘરનું ખોટું એડ્રેસ લખવામાં આવ્યું છે. એવું જણાઈ રહ્યું છે કે પોલીસે વેઠ ઉતારી છે.

Boat

FIRમાં નોંધવામાં આવેલા મકાનનું સરનામું ખોટું છે, એ મકાન પહેલેથી જ કોઈને વેચી દેવામાં આવ્યું છે.  FIR મુજબ મકાનનું એડ્રેસ 10, નીલકંઠ બંગલો જે વર્ષ 2021માં જ વેચી દીધાનું બહાર ખુલ્યું છે. આ સરનામા મુજબ અત્યારે બીજું કોઈ રહે છે. એટલું જ નહીં, હિતેશ કોટિયાનું મોત કોરોનામાં થયું હતું.

પોલીસે 18 લોકો વિરૂદ્ધ ગુનો નોંધ્યો હતો. જેમાં મુખ્ય જવાબદાર કોન્ટ્રાક્ટર પરેશ શાહ ફરાર હોવાનું સામે આવ્યું છે.

આ બાબતે મેસર્સ કોટિયા પ્રોજેરટના સંચાલકો વિરૂદ્ધ હરણી પોલીસ મથકમાં ફરિયાદ દાખલ કરાઈ છે. બેદરકારી અને નિષ્કાળજી મામલે 18 લોકો વિરૂદ્ધ 114, 304, 308, 337, 338 મુજબ ગુનો નોંધાયો છે. મહત્વનું એ છે કે કોન્ટ્રાક્ટર પરેશ શાહનું નામ FIRમાં દાખલ જ નથી કર્યું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:હરણી બોટ દુર્ઘટનાની તપાસ SITને સોંપાઈ, સમગ્ર વિગતો બાદ પગલાં લેવાશે

આ પણ વાંચો:Power Theft/ જામનગર ગ્રામ્ય પંથકમાં વીજ ચેકિંગ યથાવત્, રૂપિયા 50 લાખથી વધુની વીજ ચોરી પકડાઈ

આ પણ વાંચો:Ayodhya Ram Temple/કૃષ્ણના મોરપીંછ પર બિરાજ્યા રામ,જુઓ અદભૂત તસવીરો

આ પણ વાંચો:હરણી તળાવ દુર્ઘટના મામલે 18 સામે ગુનો નોંધાયો, હર્ષ સંઘવીએ આપ્યા કડક તપાસના આદેશ