Not Set/ હાઇવે ઓથોરિટી દ્વારા તોડી પાડવામાં આવી શાળા,ચોમાસાના સમયે ભયના ઓથાર નીચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

શામળાજી રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ આવેની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં સુવિધા સભર શિક્ષણ મળી રહે તે માટે લાખો કરોડોનો ખર્ચ કરાતો હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાની શામળાજી પ્રાથમિક શાળા નંબર 2 ના વિદ્યાર્થીઓની દયનિય હાલત જોવા મળી રહી છે.. શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે પર શામળાજી પ્રાથમિક […]

Top Stories Rajkot Gujarat Trending
ahmedabad 41 હાઇવે ઓથોરિટી દ્વારા તોડી પાડવામાં આવી શાળા,ચોમાસાના સમયે ભયના ઓથાર નીચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

શામળાજી

રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા સૌ ભણે સૌ આગળ આવેની મોટી મોટી વાતો કરવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તારમાં સુવિધા સભર શિક્ષણ મળી રહે તે માટે લાખો કરોડોનો ખર્ચ કરાતો હોય છે, ત્યારે અરવલ્લી જિલ્લાની શામળાજી પ્રાથમિક શાળા નંબર 2 ના વિદ્યાર્થીઓની દયનિય હાલત જોવા મળી રહી છે..

ahmedabad 42 હાઇવે ઓથોરિટી દ્વારા તોડી પાડવામાં આવી શાળા,ચોમાસાના સમયે ભયના ઓથાર નીચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

શામળાજી ઉદયપુર નેશનલ હાઇવે પર શામળાજી પ્રાથમિક શાળા નંબર 2 આવેલી છે. શામળાજી ઉદયપુર રોડ છ માર્ગીય બનાવવાનો હોવાથી પ્રાથમિક શાળા હાઇવે ઓથોરિટી દ્વારા તોડી પાડવામાં આવી છે, ત્યારે ધોરણ 1 થી 5માં અભ્યાસ કરતા અને આજુ બાજુના 2 કિલોમીટર દૂરના ગામ માંથી આવતા 30 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ વગર રઝળતા રહ્યા પરંતુ શામળાજી પ્રા શાળા નં 2 ના વિદ્યાર્થીઓ ની શાળા તોડી પાડ્યા બાદ શુ સ્થિતિ હશે તે બાબતે જિલ્લા કે તાલુકા શિક્ષણ વિભાગ દ્વારા કોઈજ જાતની દરકાર કરવા માં આવી નથી.

ahmedabad 43 હાઇવે ઓથોરિટી દ્વારા તોડી પાડવામાં આવી શાળા,ચોમાસાના સમયે ભયના ઓથાર નીચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ

આ વિસ્તાર સરહદી અને આદિવાસી ગરીબ વિસ્તાર છે વિદ્યાર્થીઓની દયનિય હાલત જોઇ ગ્રામજનો એ એક સદગ્રહસ્ત ના એક રૂમના નાના મકાનમાં અને બહારની ચોપડમાં વિદ્યાર્થીઓને અભ્યાસ માટે આશરો આપ્યો છે. હાલ ચોમાસાનો સમય છે અને નાનકડા ઘરમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ  શૌચાલય કે બેનચીસ વગર નીચે બેસીને અભ્યાસ કરવા મજબૂર બન્યા છે. ત્યારે હાલ ચોમાસાના સમયે ભયના ઓથાર નીચે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સુવિધા સભર શાળા સંકુલ પ્રાપ્ત થાય અને 35 વિદ્યાર્થીઓનો અભ્યાસ બરબાદના થાય એવી સ્થાનિક આગેવાનોની માગ છે.