Dharma & Bhakti/ 3 ફેબ્રુઆરીથી આ રાશિઓનું ભાગ્ય સફળતાને વરશે! 10 વર્ષ પછી શનિ-બુધ બનાવશે દશાંક યોગ..!

Shani-Budh (શનિ-બુધ) મળીને આ 3 ફેબ્રુઆરી 2026ના રોજ અદ્ભૂત દશાંક યોગનું નિર્માણ કરવા જઇ રહ્યાં છે જેના કારણે આ 3 રાશિઓનું નસીબ બળવત્તર બનશે…

Trending Religious Rashifal Dharma & Bhakti
Shani-Budh, શનિ-બુધ, 3 ફેબ્રુઆરી, દશાંક યોગ,

Dharm & Bhakti: વૈદિક પંચાંગ અનુસાર, ગ્રહો સમયાંતરે ગોચર કરતા રહે છે અને અન્ય ગ્રહો સાથે શુભ યોગ અને રાજયોગનું નિર્માણ કરે છે. વર્ષ 2026ની 3 ફેબ્રુઆરી (3 February, 2026)ના રોજ શનિ-બુધ ગ્રહ પરસ્પર 36 ડિગ્રીના અંતરે રહેશે જેથી દશાંક યોગ (Shani-Budh Dashank Yoga) ની રચના થશે.

Shani-Budh, શનિ-બુધ, 3 ફેબ્રુઆરી, દશાંક યોગ,

10 વર્ષ પછી શનિ-બુધ (Shani-Budh) બનાવશે દશાંક યોગ

જ્યોતિષ શાસ્ત્ર (Astrology)ની દ્રષ્ટિએ આ શુભ યોગ ત્યારે નિર્મિત થશે જ્યારે બુધ ગ્રહ (Budh Grah) કુંભ રાશિમાં હશે અને શનિ ગ્રહ (Shani Grah) મીન રાશિમાં હશે! આ સંજોગોમાં આ યોગ રચાવાને કારણે કેટલીક રાશિઓના સારો સમય શરુ થઇ શકે છે. આ ઉપરાંત, આવકમાં વૃદ્ધિની સાથે કામ-કાજ અને વ્યવસાયમાં પ્રમોશન મળી શકે છે. તો ચાલો જાણીએ કે આ નસીબવંતી રાશિઓ (Zodiac Signs) કઇ-કઇ છે?

Shani-Budh, શનિ-બુધ, 3 ફેબ્રુઆરી, દશાંક યોગ,

કુંભ રાશિ

કુંભ રાશિ (Kumbh Rashi)ના જાતકો માટે દશાંક યોગનું નિર્માણ ફાયદાકારક સિદ્ધ થઇ શકે છે. આ સમયે તમારા આત્મવિશ્વાસમાં અનેરી વૃદ્ધિ થશે. આ ઉપરાંત, તમારી મનોકામના પૂર્ણ થશે. નોકરીમાં પરિવર્તન કરવા ઇચ્છતા લોકો માટે સુઅવસર પ્રાપ્ત થઇ શકે છે અને નવી જોબ ઑફર (Job Offer) ઉપરાંત, અચાનક ધન પ્રાપ્તિના યોગ પણ સર્જાઇ રહ્યા છે. જોબ કરતા જાતકોને એમના કાર્યસ્થળે કોઈ નવીન જવાબદારી મળી શકે છે. આ ઉપરાંત, વેપાર ક્ષેત્રે જોડાયેલા લોકો નવા કામનો પ્રારંભ કરી શકે છે.

Shani-Budh, શનિ-બુધ, 3 ફેબ્રુઆરી, દશાંક યોગ,

મકર રાશિ

મકર રાશિ (Makar Rashi)ના જાતકો માટે આ દશાંક યોગનું નિર્માણ લાભદાયક સાબિત થઇ શકે છે. આ દરમિયાન, તમને રોકાણથી લાભ મળી શકે છે. તમારા સાહસ અને પરાક્રમમાં વૃદ્ધિ થશે. આ ઉપરાંત, ધંધા અને નોકરી બંને ક્ષેત્રો સાથે સંકળાયેલા જાતકોને નવીન તકો પ્રાપ્ત થઇ શકે છે. આ ઉપરાંત, તમે કરેલી મહેનત અને સમજી-વિચારીને લેવામાં આવેલા નિર્ણયો તમને ધન અને યશ બંને પ્રદાન કરશે. આ ઉપરાંત, તમને તમારા ભાઈ-બહેનોનો પૂર્ણ સહયોગ મળશે. તમે કોઈ વાહન કે પ્રોપર્ટી (Vehicle or Property) ખરીદી શકો એવા યોગનું નિર્માણ પણ થઇ રહ્યું છે.

Shani-Budh, શનિ-બુધ, 3 ફેબ્રુઆરી, દશાંક યોગ,

કન્યા રાશિ

કન્યા રાશિ (Kanya Rashi)ના જાતકો માટે આ દશાંક યોગ સકારાત્મક રહેશે. આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થવાની સંભાવના છે. આ ઉપરાંત, વેપારમાં નવી રણનીતિઓ તમને લાભ અપાવશે. અગાઉ કરેલા રોકાણો કે લાંબા સમયથી વિલંબમાં પડેલા કાર્યોથી તમને લાભ થવાની અપેક્ષા છે. આ ઉપરાંત, તમે કોઈ નવું કાર્ય અથવા વ્યવસાય શરુ કરવાની યોજના પણ બનાવી શકો છો. વળી, બિઝનેસમાં તમને કોઇ મોટો સોદો (Business Deal) મળવાની સંભાવના છે. આ રાશિના વિદ્યાર્થીઓને ભણતર અને શિક્ષણ ક્ષેત્રે ઉત્તમ પરિણામો પ્રાપ્ત થઇ શકે છે. આ સમગ્ર સમય તમારી મનોકામના પૂર્તિ માટે અનુકૂળ રહેશે.

Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.


આ પણ વાંચો: વૃષભ રાશિના જાતકો માટે 2026ની 10 ભવિષ્યવાણીઓ…આર્થિક ક્ષેત્રે સોનેરી સમયનો પ્રારંભ..!

આ પણ વાંચો: માયાવી ગ્રહ રાહુ બન્યો શક્તિશાળી, 2026માં આર્થિક અને કેરિયર ક્ષેત્રે આ રાશિઓનો ગોલ્ડન ટાઇમ…

આ પણ વાંચો: વર્ષ 2026નું પહેલું ચંદ્રગ્રહણ આ 3 રાશિઓ માટે લાવશે મુસીબત! જાણો શું કરવું અને શું નહીં