Not Set/ PM મોદીનાં મંત્રીઓ વચ્ચે વિભાગોની કરાઇ વહેંચણી, જાણો એક ક્લિક પર

સતત બીજી વખત નરેન્દ્ર મોદીએ ભારતનાં વડાપ્રધાન પદની શપથ લીધી છે, ત્યારે કોણ રહેશે તેમના ખાસ મંત્રીઓ અને કોને વહેચાશે કયુ ખાતુ, જેના પર સૌ કોઇની નજર બની રહી હતી. ગઇ કાલે કુલ 24 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધી હતી. સૌથી મોટી વાત એ રહી કે, આ મંત્રી પરિષદમાં સુષમા સ્વરાજ, સુરેશ પ્રભુ, મેનકા ગાંધી, રાધા […]

Top Stories India
cabinat PM મોદીનાં મંત્રીઓ વચ્ચે વિભાગોની કરાઇ વહેંચણી, જાણો એક ક્લિક પર

સતત બીજી વખત નરેન્દ્ર મોદીએ ભારતનાં વડાપ્રધાન પદની શપથ લીધી છે, ત્યારે કોણ રહેશે તેમના ખાસ મંત્રીઓ અને કોને વહેચાશે કયુ ખાતુ, જેના પર સૌ કોઇની નજર બની રહી હતી. ગઇ કાલે કુલ 24 કેબિનેટ મંત્રીઓએ શપથ લીધી હતી. સૌથી મોટી વાત એ રહી કે, આ મંત્રી પરિષદમાં સુષમા સ્વરાજ, સુરેશ પ્રભુ, મેનકા ગાંધી, રાધા મોહન સિંહ, મહેશ શર્મા, રાજ્યવર્ધનસિંહ રાઠોર, કે જે એલફોર્સ અને સત્યપાલ સિંહને નવી સરકારમાં સ્થાન આપવામાં આવ્યુ નથી. જ્યારે મંત્રી પરિષદમાં રાજનાથ સિંહ, અમિત શાહ અને પૂર્વ વિદેશ સચિવ એસ જયશંકરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

કોને વહેચાયુ કયુ ખાતુ, ભેદ ઉકેલાયો

નરેન્દ્ર મોદી સતત બીજી વખત ભારતનાં વડાપ્રધાન બન્યા.

કેબિનેટ મંત્રી

ક્રમ મંત્રી વિભાગ
1 રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રાલય
2 અમિત શાહ ગૃહમંત્રાલય
3 નિતિન ગડકરી માર્ગ પરિવહન-રાજમાર્ગ મંત્રાલય, લઘુ-મધ્યમ ઉદ્યોગ મંત્રાલય
4 ડીવી સદાનંદ ગૌડા કેમિકલ્સ અને ફર્ટિલાઇઝર
5 નિર્મલા સિતારમણ ફાઇનાન્સ, કોર્પોરેટ અફેર્સ મંત્રાલય
6 રામવિલાસ પાસવાન ખાદ્ય-સાર્વજનિક વીતરણ મંત્રાલય
7 નરેન્દ્ર સિંહ તોમર કૃષિ અને કિસાન કલ્યાણ, ગ્રામીણ વિકાસ અને પંચાયત રાજ
8 રવિ શંકર પ્રસાદ કાયદો અને ન્યાય, ઈન્ફોર્મેશન અને બ્રોડકાસ્ટિંગ
9 હરસિમરત કૌર બાદલ ખાદ્ય પ્રસંસ્કરણ ઉદ્યોગ મંત્રાલય
10 થાવરચંદ ગેહલોટ સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલય
11 એસ. જયશંકર વિદેશ મંત્રાલય
12 રમેશ પોખરિયાલ નિશંક માનવ સંશાધન અને વિકાસ મંત્રાલય
13 અર્જુન મુન્ડા આદિવાસી મામલે મંત્રાલય
14 સ્મૃતિ ઈરાની મહિલા અને બાળ વિકાસ, કાપડ મંત્રાલય
15 હર્ષવર્ધન સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ, સાયન્સ એન્ડ ટેક્નોલોજી, ભૂ-વિજ્ઞાન
16 પ્રકાશ જાવડેકર પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન, સૂચના અને પ્રસારણ
17 પિયુષ ગોયલ રેલવે, વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય
18 ધર્મેન્દ્ર પ્રધાન ઓઈલ એન્ડ ગેસ, સ્ટીલ મંત્રાલય
19 મુખ્તાર અબ્બાસ નકવી લઘુમતી મામલે મંત્રાલય
20 પ્રહલાદ જોશી સંસદીય મામલે મંત્રાલય, કોલસા અને ખાણ
21 મહેન્દ્રનાથ પાંડે સ્કીલ ડેવલપમેન્ટ મંત્રાલય, ઉદ્યોગ સાહસિકતા
22 અરવિંદ સાવંત ભારે ઉદ્યોગ અને સાર્વજનિક ઉદ્યમ મંત્રાલય
23 ગિરિરાજ સિંહ પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલન મંત્રાલય
24 ગજેન્દ્ર સિંહ શેખાવાત જળ શક્તિ મંત્રાલય

રાજ્ય મંત્રી (સ્વતંત્ર ચાર્જ)

1 સંતોષ ગંગવાર શ્રમ અને રોજગાર મંત્રાલય
2 રાવ ઇન્દરજિત સિંહ સ્ટેટસ્ટિક અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય
3 શ્રિપાદ નાયક આયુર્વેદ, યોગા, નેચરોપેથી, યુનાની, સિદ્ધ અને હોમિયોપેથી (આયુષ) મંત્રાલય
4 જિતેન્દ્ર સિંહ પૂર્વોતર વિકાસ (સ્વતંત્ર હવાલો), પીએમઓ, જનફરિયાદ અને પેન્શન, પરમાણુ ઉર્જા, અંતરિક્ષ મંત્રાલય (રાજ્ય મંત્રી)
5 કિરણ રિજિજુ યુવા-ખેલ (સ્વતંત્ર હવાલો) લઘુમતી (રાજ્યમંત્રી)
6 પ્રહલાદ પટેલ સંસ્કૃતિ-પર્યટન (સ્વતંત્ર હવાલો)
7 આર કે સિંહ વીજળી-નવીનીકરણ ઉર્જા (સ્વતંત્ર હવાલો), કૌશલ્ય વિકાસ અને ઉદ્યોગ સાહસીકતા (રાજ્યમંત્રી)
8 હરદીપ પુરી શહેરી વિકાસ, નાગરિક ઉડ્ડયન મંત્રાલય ( સ્વતંત્ર હવાલો), વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલય (રાજ્યમંત્રી)
9 મનસુખ માંડવિયા શિપિંગ,કેમિકલ અને ફર્ટિલાઈઝર

રાજ્ય મંત્રી

1 ફગગન સિંઘ કુલસ્ટે સ્ટીલ રાજ્યમંત્રી
2 અશ્વિની ચૌબે આરોગ્ય અને કુટુંબ કલ્યાણ
3 અર્જુન રામ મેઘવાલ સંસદીય બાબતો અને ઉદ્યોગ
4 વીકે સિંહ માર્ગ પરિવહન અને રાજમાર્ગ
5 કૃષ્ણપાલ ગુર્જર સામાજીક ન્યાય અને સશક્તિકરણ
6 રાવસાહેબ દાનવે ઉપભોક્તા બાબતો, ખાદ્ય અનેે સાર્વજનિક વિતરણ
7 જી કીશન રેડ્ડી ગૃહ રાજ્ય મંત્રી
8 પુરષોત્તમ રૂપાલા કૃષિ અને કિસાન મંત્રાલય 
9 રામદાસ આઠવલે સામાજિક ન્યાય અને સશક્તિકરણ
10 સાધ્વી નિરંજન જ્યોતિ ગ્રામીણ વિકાસ
11 બાબુલ સુપ્રિયો પર્યાવરણ, વન-જળ-વાયુ પરિવર્તન
12 સંજીવ બાલીયાન પશુુપાલન, ડેરી, મત્સ્ય ઉદ્યોગ
13 સંજય ધોત્રે માનવ સંસાધન વિકાસ, કોમ્યુનિકેશન, આઇટી
14 અનુરાગ ઠાકુર ફાઇનાન્સ, કોર્પોરેટ અફેર્સ
15 સુરેશ અંગડી રેલ્વે
16 નિત્યાનંદ રાય ગૃહ મંત્રાલય
17 રતન લાલ કટારિયા જળ શક્તિ, સામાજિક ન્યાય
18 વી મુરલીધરન વિદેશ મંત્રાલય, સંસદીય બાબતો
19 રેણુકા સિંઘ સરુતા આદિવા્સી બાબતો
20 સોમ પ્રકાશ કોમર્સ અને ઉદ્યોગ
21 રામેશ્વર તેલિ ફૂડ પ્રોસેસિંગ
22 પ્રતાપ ચંદ્ર સારંગી એમએસએમઇ, પશુપાલન, ડેરી ઉદ્યોગ, મત્સ્ય ઉદ્યોગ
23 કેલાશ ચૌધરી કૃષિ અને કિશાન કલ્યાણ
24 દેબશ્રી ચૌધરી મહિલા અને બાળ વિકાસ