Not Set/ ભચાઉ નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા લોકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

કચ્છના ભચાઉ નગરપાલિકામાં બબાલની ઘટના સામે આવી છે. જ્યાં દબાણ શાખાની કામગીરી સામે રજૂઆત કરવા ગયેલા સ્થાનિક લોકો પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. આ હુમલા બે લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. સ્થાનિક લોકોનું માનિયે તો તેઓ શાંતિપુર્ણ રીતે રજૂઆત કરવા ગયા હતા પરંતું પ્રમુખ અને તેમના મળતીયા […]

Gujarat Others
ktc bhchav ભચાઉ નગરપાલિકામાં રજૂઆત કરવા ગયેલા લોકો પર તીક્ષ્ણ હથિયારથી હુમલો

કચ્છના ભચાઉ નગરપાલિકામાં બબાલની ઘટના સામે આવી છે. જ્યાં દબાણ શાખાની કામગીરી સામે રજૂઆત કરવા ગયેલા સ્થાનિક લોકો પર તિક્ષ્ણ હથિયારથી હુમલો કરાતા ચકચાર મચી ગઈ છે. આ હુમલા બે લોકોને ગંભીર ઈજા થતા તેમને સારવાર અર્થે ખસેડાયા છે. સ્થાનિક લોકોનું માનિયે તો તેઓ શાંતિપુર્ણ રીતે રજૂઆત કરવા ગયા હતા પરંતું પ્રમુખ અને તેમના મળતીયા દ્વારા તેમના પર અચાનક હુમલો કરી દેવામાં આવ્યો.

પ્રમુખ અને તેમના મળતીયાઓ દ્વારા ફાયરિંગ કરવામાં આવ્યું હોવાના આક્ષેપ સ્થાનિક લોકો દ્વારા કરવામાં આવી રહ્યો છે. બનાવની જાણ થતા પોલીસે ઘટના સ્થળે દોડી જઈ સ્થિતિ પર કાબુ મેળવ્યો છે. નગર પાલિકા પ્રમુખ દ્વારા કરવામાં આવેલા આ કથિત હુમલાને લઈને લોકોમાં ભારે રોષ વ્યાપી ગયો છે.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.