સુરત/ તિરંગા યાત્રા નામંજૂર થતાં આપ નો પોલીસ સ્ટેશન ઘેરાવો, 40 નેતાઓ પર દાખલ કરાયો ગુનો

આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, પોલીસ કર્મચારીઓએ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી આમ આદમી પાર્ટીનાં 40 જેટલા નેતા અને કાર્યકર્તા સામે રાયોટિંગ અને ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કર્યો છે.

Gujarat Surat
તિરંગા યાત્રા

સુરતમાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને લિંબાયત વિસ્તારમાં તિરંગા યાત્રાની મંજૂરી ન મળતાં કાર્યકર્તાઓએ લિંબાયત પોલીસ સ્ટેશનનો ઘેરાવો કર્યો હતો. ઘેરાવાં દરમિયાન આપ ના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો જોવા મળ્યાં જેમાં, આપ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો કે, પોલીસ કર્મચારીઓએ તેમના પર લાઠીચાર્જ કર્યો હતો. સમગ્ર મામલે પોલીસે કાર્યવાહી કરી આમ આદમી પાર્ટીનાં 40 જેટલા નેતા અને કાર્યકર્તા સામે રાયોટિંગ અને ફરજમાં રુકાવટનો ગુનો દાખલ કર્યો છે.

રવિવારના રોજ સુરતના લિંબાયત વિસ્તારમાંથી આમ આદમી પાર્ટીની તિરંગા યાત્રા કાઢવા બાબતે ચાર દિવસ પહેલા લિંબાયત પોલીસ સ્ટેશનમાં મંજૂરી માંગવામાં આવી હતી. મંજૂરી ન આવતા શનિવારે રાત્રિના સમયે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ લિંબાયત પોલીસ સ્ટેશનના PIને રજૂઆત કરવા બાબતે પહોંચ્યા હતા. આમ આદમી પાર્ટીના 25થી 30 જેટલા કાર્યકર્તાઓ લિંબાયત પોલીસ સ્ટેશન પર પહોંચતા હોબાળો થયો હતો. જ્યાં આમ આદમી પાર્ટીના કાર્યકર્તા અને પોલીસ કર્મચારીઓ વચ્ચે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો હતો કે, પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓ દ્વારા તેમના પર લાઠીચાર્જ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ દ્વારા આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ, સંગઠન મંત્રી અને કોર્પોરેટર સહિત 10 સામે અને કુલ 40 કાર્યકર્તા સામે ફરિયાદ નોંધવામાં આવી છે.

મહત્વની વાત છે કે, થોડા દિવસ પહેલાં લિંબાયત વિસ્તારમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઇટાલીયાના અધ્યક્ષ સ્થાને તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું પરંતુ તિરંગા યાત્રા નીકળે તે પહેલાં જ પોલીસ કર્મચારીઓ દ્વારા મંજૂરી ન હોવાનું કહીને આમ આદમી પાર્ટીના એક પછી એક કાર્યકર્તાઓની અટકાયત કરી લેવામાં આવી હતી અને આમ આદમી પાર્ટીની કાર્યાલય પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. પહેલી વખત મંજૂરી ન મળતા અને કાર્યકર્તાઓની અટકાયત થતાં રવિવારના રોજ તિરંગા યાત્રા કાઢવા માટે લિંબાયત પોલીસ સ્ટેશનમાં મંજૂરી માગવામાં આવી હતી પરંતુ બીજી વખત પણ મંજૂરી ન આપતા આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ બાબતે વિરોધ કર્યો હતો. હવે આ મામલે પોલીસ દ્વારા ગુનો નોંધવામાં આવ્યો છે.

આ પણ વાંચો :બાપુનગરમાં જમાઈએ કરી સાસુની હત્યા, જાણો કેમ છરીના ઘા ઝીંકી ઉતારી મોતને ઘાટ

આ પણ વાંચો :સાહિલ પોટલો નામના બુટલેગરની હત્યા, મહિધરપુરા પોલીસ દોડતી થઈ

આ પણ વાંચો :ભરૂચમાં મકાન ધરાશાયી થતાં ત્રણ બાળકના કરૂણ મોત, માતા-પિતા સારવાર હેઠળ

આ પણ વાંચો : પરિવારના પાંચ સભ્યોના ગુમ થયાનો ભેદ અકબંધ, જામનગર પોલીસ શરૂ કરી શોધખોળ