અમદાવાદ/ ચિત્રા પબ્લિક સીટી અને ઝવેરી એન્ડ કંપનીનું પાપ, વૃક્ષ કાપવા બદલ 1 કરોડનો ફટકાર્યો દંડ

વૃક્ષો કાપનાર પબ્લીસીટી એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.

Top Stories Ahmedabad Gujarat Breaking News
YouTube Thumbnail 2024 05 30T174537.610 ચિત્રા પબ્લિક સીટી અને ઝવેરી એન્ડ કંપનીનું પાપ, વૃક્ષ કાપવા બદલ 1 કરોડનો ફટકાર્યો દંડ

Ahmedabad News: શહેરી વિસ્તારમાં સામાન્ય રીતે દરેક સોસાયટી પરિસરમાં વૃક્ષો ઉગાડવામાં આવે છે. પરંતુ ભવિષ્યમાં અડચણરૂપ થાય ત્યારે તેને કાપવાની પણ ફરજ પડતી હોય છે. ત્યારે મોટાભાગે લોકોને ખ્યાલ નથી હોતો કે વૃક્ષની એક ડાળી કાપવા માટે પણ મંજૂરી ફરજિયાત લેવી છે. શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં વૃક્ષની ડાળીથી લઈને વૃક્ષને મૂળમાંથી કાપવા માટે શું કાયદાઓ બનેલા છે અને મંજૂરી કઈ રીતે મેળવી શકાય છે તેનાથી લોકો સાવ અજાણ હોય છે જો ગેરકાયદેસર કાપશો તો દંડની પણ જોગવાઈ છે તેવી લોકોને ખબર હોવી જોઈએ. ત્યારે આવામાં અમદાવાદમાં ગેરકાયદેસર રીતે વૃક્ષ કાપવા સદર્ભે 1 કરોડનો મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ચિત્રા પબ્લિક સીટીને આ દંડ ફટકારવામાં આવ્યો છે. ઝવેરી એન્ડ કંપનીને પણ દંડ કરાયો છે. એસ્ટેર વિભાગમાં દંડના રૂપિયા જમા કરાવા નોટીસ અપાઈ છે.

તમને જણાવી દઈએ કે, વૃક્ષો કાપનાર પબ્લીસીટી એજન્સીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે.ચિત્રા અને ઝવેરી પબ્લસિટી સામે AMCની કાર્યવાહી કરાઈ છે. AMC દ્વારા બે એજન્સીઓને 50- 50 લાખનો દંડ ફટકાર્યો છે. જાહેરાતના હોર્ડીગ દેખાય તે માટે વૃક્ષોનું નિકંદન કરવા માટે દંડ કરાયો છે. આટલું જ નહીં 2 વર્ષ સુધી 2000 વૃક્ષોનો ઉછેર ખર્ચ પણ એડ એજન્સીઓએ કરવો પડશે.

ગુજરાતમાં ભારતના વન કાયદા પ્રમાણે વૃક્ષ કાપવાની સજા વિસ્તાર પ્રમાણે અલગ અલગ હોય છે. જંગલનું વૃક્ષ કાપવામાં આવે તો મુદ્દામાલ જપ્ત કરી તેટલી રકમનો દંડ ફટકારવામાં આવે છે. કોર્ટકેસ કરીને છ માસની કેદ પણ થઇ શકે છે. જયારે મહેસૂલી વિસ્તારનું વૃક્ષ હોય તો તેમાં માત્ર દંડની જોગવાઇ છે. રિઝર્વ ટ્રી માટે માલિકીનું વૃક્ષ પરમિશન વિના કાપવામાં આવે તો ગુનો દાખલ કરીને રોયલ્ટી વસૂલ કરવામાં આવે છે. હવે સરકારની વિચારણા ફોજદારી કેસ કરવાની છે, જેમાં આરોપીને જેલની સજા થઇ શકે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: હાઈકોર્ટના તંત્રને વેધક સવાલો, ‘રાજ્યની મશીનરી ઉપર ભરોસો નથી’

આ પણ વાંચો: ગુજરાત છે ‘જ્વલનશીલ’, પાંચ વર્ષમાં આગે લીધો 3,176નો ભોગ

આ પણ વાંચો: રાજકોટમાં ગેમ ઝોન અગ્નિકાંડઃ સીએમ ભુપેન્દ્ર પટેલ લાલઘૂમ, છ અધિકારી સસ્પેન્ડ

આ પણ વાંચો: TRP ગેમિંગ ઝોનમાં માંડ મહિના પહેલા નોકરીએ લાગેલા બે કર્મચારીના મૃતદેહની ઓળખ થઈ