Not Set/ સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં પ્રદુષિત રાક્ષસને ડામવા લોકસભા અધ્યક્ષે ગૃહમાં કરી આવી અપીલ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા સંસદમાંથી તમામ સાંસદોને મહત્વ પૂર્ણ હાકલ કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ દ્વારા તમામ સાંસદોને સંબોધી ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે,  આ ગૃહ 130 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અને મને લાગે છે કે આખું ગૃહ પણ એ હકીકત સાથે સહમત થશે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થવું જોઈએ. જો ભારતના […]

Top Stories India
om birla સિંગલ યુઝ પ્લાસ્ટિકનાં પ્રદુષિત રાક્ષસને ડામવા લોકસભા અધ્યક્ષે ગૃહમાં કરી આવી અપીલ

લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા દ્વારા સંસદમાંથી તમામ સાંસદોને મહત્વ પૂર્ણ હાકલ કરવામાં આવી છે. લોકસભા અધ્યક્ષ દ્વારા તમામ સાંસદોને સંબોધી ગૃહમાં જણાવવામાં આવ્યું હતું કે,  આ ગૃહ 130 કરોડ લોકોનું પ્રતિનિધિત્વ કરે છે. અને મને લાગે છે કે આખું ગૃહ પણ એ હકીકત સાથે સહમત થશે કે સિંગલ યુઝ પ્લાસ્ટિક બંધ થવું જોઈએ. જો ભારતના તમામ સાંસદો આ ઠરાવ લેશે, તો આપણા દેશના 130 કરોડ લોકોમાં આ મામલે સારો અને સાચો સંદેશ ફેલાશે.

આપને જણાવી દઇએ કે દેશ અને સમગ્ર વિશ્વમાં હાલ પ્રદુષણ અને પર્યાવરણને લઇને અનેક વિસંગતતા જોવમાં આવી રહી છે. ભારે માત્રામાં વધી રહેલ પ્રદુષણને કારણે ગ્લેબલ વોર્મીગ તેમજ જળ-વાયુ પ્રદુષણનો પ્રદુષણ અંક હાલ સૌથી ઉંચા સ્તરે જોવામાં આવી રહ્યો છે. વિશ્વભરનાં દેશો માટે પ્રદુષણ પર ધ્યાન આપવું તે અનીવાર્યતા તરીકે લેવામાં આવી રહ્યું છે અને આ માટે જ ભારત દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા પણ લાલ કિલ્લા પરથી સિંગલ યુઝ પ્લાસ્ટિક મામલે મોટી જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે લોકોસભા અધ્યક્ષ દ્વારા આજે કરવામાં આવેલી સાંસદો જોગ અપીલ આ દિશામાં મહત્વનું પગલું હશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.