Jammu Kashmir/ પત્નીને જાહેરમાં થપ્પડ મારવી ગુનો નથી : જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ

પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવન દરમિયાન કોઈને કોઈ વિવાદ થતા રહે છે. પત્નીનો દાવો છે કે આ કેસમાં સુનાવણી માટે તે ફેમિલી કોર્ટ પહોંચી તો અલગ થઈ ગયેલા પતિએ તેને તમાચો મારી દીધો હતો. આ બનાવને લઈને પતિ સામે આઈપીસીની કલમ 323 અને 354 હેઠળ ફરિયાદ દાખલ થઈ ગઈ હતી.

Top Stories India
Beginners guide to 56 1 પત્નીને જાહેરમાં થપ્પડ મારવી ગુનો નથી : જમ્મુ કાશ્મીર હાઈકોર્ટ

@ નિકુંજ પટેલ

Jammu Kashmir News: લગ્નજીવનમાં પતિ પતિનીને કોઈ બાબતે વિવાદ ચાલી રહ્યો હતો. પત્નીએ દાવો કર્યો છે કે જ્યારે તે આ મામલાની સુનાવણી માટે ફેમિલી કોર્ટમાં પહોંચી ત્યારે અલગ થઈ ગયેલા પતિએ તેને જાહેરમાં થપ્પડ મારીને ઘાયલ કરી હતી.

આઈપીસીની કલમ 354 મુજબ પત્નીને સાર્વજનિક રૂપે થપ્પડ મારવી, તેની ઈજ્જતને ઠેસ પહોંચાડવી ગુનો નથી. તાજેતરમાં જમ્મુ અને કાશ્મીર અને લદાખ ઉચ્ચ ન્યાયાલય દ્વારા એક વ્યક્તિની અરજી પર સુનાવણી ચાલી રહી હતી. આ અરજીમાં ટ્રાયલ કોર્ટ તરફથી ઈન્સ્યુએન્સ ઓફ પ્રોસેસને પડકારવામાં આવી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે ટ્રાયલ કોર્ટના ઈન્સ્યુએન્સ ઓફ પ્રોસેસને રદ્દ કરી દીધી હતી. જોકે કાર્યવાહીને કલમ 323 હેઠળ ચાલુ રાખી હતી.

પતિ અને પત્ની વચ્ચે લગ્નજીવન દરમિયાન કોઈને કોઈ વિવાદ થતા રહે છે. પત્નીનો દાવો છે કે આ કેસમાં સુનાવણી માટે તે ફેમિલી કોર્ટ પહોંચી તો અલગ થઈ ગયેલા પતિએ તેને તમાચો મારી દીધો હતો. આ બનાવને લઈને પતિ સામે આઈપીસીની કલમ 323 અને 354 હેઠળ ફરિયાદ દાખલ થઈ ગઈ હતી.

પતિની અરજી પર સુનાવણી કરી રહેલા જસ્ટીસ રજનીશ ઓસ્વાલે કહ્યું કે આઈપીસીની કલમ 354 હેઠળ તે ગુનો બનતો નથી. જોકે કોર્ટે એ પણ જાણીજોઈને કોઈને નુકસાન પહોંચાડવા બદલ અહીંયા આઈપીસીની કલમ 323 હેઠળ ગુનો બને છે.

કોર્ટ તરફથી બહાર પડાયેલા આદેશ મુજબ ફરિયાદમાં જણાવાયેલી વાતો મુજબ આઈપીસીની કલમ 354 હેઠળ ગુનો બનતો નથી. પરંતુ આઈપીસીની 323 હેઠળ ગુનો બની શકે છે. કારણ કે પ્રતિવાદીએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે તે જ્યારે કાર્યવાહીમાં સામેલ થવા માટે આવી હતી. ત્યારે તેને અરજી કરનારે જનતાની સામે મારઝુડ કરી અને થપ્પડ મારી હતી.

મહિલાના વકીલે પણ માન્યું કે આઈપીસીની કલમ 354 હેઠળ ગુનો બનતો નથી. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે આઈપીસીની કલમ 323 અહીં માનવી પડે છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:યામી ગૌતમ અને પ્રિયામણિ અભિનયનો પડકાર ઝીલવામાં સફળ, સંવેદનશીલ અને મહત્વના વિષય પર ફિલ્મનું નિર્માણ

આ પણ વાંચો:‘ગૃહિણીઓનું યોગદાન અમૂલ્ય અને ખૂબ જ મહત્વપૂર્ણ છે’, સર્વોચ્ચ અદાલતે કરી ટિપ્પણી

આ પણ વાંચો:વેરાવળ બંદર પરથી 350 કરોડનું હેરોઈન પકડાયું, 9 ખલાસીની ધરપકડ