રાજકીય સંકટ/ પાકિસ્તાનમાં પણ લાગ્યા ‘ચોકીદાર ચોર હૈ’ના નારા,જાણો કેમ…

આજે સોમવારે પાડોશી દેશમાં નવા વડાપ્રધાનની પસંદગી થવાની છે, પરંતુ તે પહેલા જ રસ્તાઓ પર ઈમરાનના સમર્થકોની ભીડ જોવા મળી રહી છે

Top Stories World
2 21 પાકિસ્તાનમાં પણ લાગ્યા 'ચોકીદાર ચોર હૈ'ના નારા,જાણો કેમ...

પાકિસ્તાનમાં રાજકીય પરિસ્થિતિ સતત પેચીદી બની છે. આજે સોમવારે પાડોશી દેશમાં નવા વડાપ્રધાનની પસંદગી થવાની છે, પરંતુ તે પહેલા જ રસ્તાઓ પર ઈમરાનના સમર્થકોની ભીડ જોવા મળી રહી છે. ઇમરાનના લાખો સમર્થકો કરાચીથી લાહોર સુધી વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે અને માંગ કરી રહ્યા છે કે ઇમરાન ખાનને ફરીથી પીએમ બનાવવામાં આવે. આવી જ એક રેલીમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લાગ્યા છે.પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (PTI) પાર્ટીના શેખ રાશિદ રવિવારે રાવલપિંડીમાં એક રેલીને સંબોધિત કરી રહ્યા હતા. તેમાં ‘ચોકીદાર ચોર હૈ’ના નારા લાગ્યા હતા. સેના વિરુદ્ધ આ સૂત્રોચ્ચાર કરવામાં આવી રહ્યા છે.

ઈમરાનને પીએમની ખુરશી પરથી હટાવવા પાછળ પાકિસ્તાનની સેના અને સેના પ્રમુખ જનરલ બાજવાનો હાથ હોવાનું માનવામાં આવે છે. જો કે, સંબોધન દરમિયાન થોડીવાર પછી શેખ રશીદે લોકોને આવા નારા ન લગાવવાની અપીલ કરી, જેના પછી લોકો શાંત થયા.પાકિસ્તાનમાં જનતાનો એક મોટો વર્ગ છે જે ઈમરાન ખાનને પીએમ તરીકે જોવા માંગે છે. હાલમાં ઇમરાનના સમર્થનમાં પાકિસ્તાનના અલગ-અલગ શહેરોમાં પાકિસ્તાન તહરીક-એ-ઇન્સાફ (પીટીઆઇ)ના દેખાવો ચાલી રહ્યા છે. હાલમાં ઈસ્લામાબાદ, કરાચી, પેશાવર, મલાકંદ, મુલતાન, ખૈબર, ઝાંંગ અને ક્વેટામાં વિપક્ષ વિરુદ્ધ સૂત્રોચ્ચાર થઈ રહ્યા છે.