Video/ રાજકોટમાં બનશે સ્માર્ટ પાર્કિંગ વ્યવસ્થા, વાહનો પાર્કિંગ કરવા ઓનલાઇન…

શહેરમાં અલગ અલગ ૨૫ જગ્યાએ ‘સ્માર્ટ પાર્કિંગ’ બનાવવામાં આવશે. ઢેબર રોડ પર બનાવવામાં આવેલ સ્માર્ટ પાર્કિંગની મુલાકાત મ્યુ. કમિશનર…..

Gujarat Rajkot
સ્માર્ટ પાર્કિંગ

રાજકોટ શહેરમાં  સ્માર્ટ પાર્કિગ વ્યવસ્થા કરવામાં આવી છે.શહેરના 25 સ્થળો પર સ્માર્ટ પાર્કિગ બનશે. તો સ્માર્ટ સીટી અંતર્ગત પાર્કિંગની વ્યવસ્થા કરાશે. જે અંતર્ગત લોકો વાહનો પાર્ક કરવા ઓનલાઈન બુકીંગ કરી શકશે. મહત્વનું છે કે ટ્રાફિક સમસ્યાના નિરાકરણ માટે નવીન પ્રયાસ હાથ ધરાયો છે. તો પ્રથમ સ્માર્ટ પાર્કિગ શહેરના ઢેબર રોડ અને નાગરિક બેન્ક પાસે બનાવવામાં આવ્યું છે.

આ પણ વાંચો : સંતકબીર રોડ પર આવેલા શંકર વિજય એન્ટરપ્રાઈઝને કોર્પોરેશન દ્વારા સીલ કરાયું

વાહન પાર્ક કરવા માટે ઓનલાઇન અને ઓફલાઈન(સ્થળ પર) પણ સ્લોટ બુક કરી શકશે. વાહન પાર્ક કરવા માટેનો ચાર્જ પાર્કિંગ પોલીસી મુજબ ઓનલાઈન અને ઓફલાઈન પે કરી શકાશે. ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ, અન્ય થર્ડ પાર્ટી દ્વારા પણ ઓનલાઈન ચાર્જ ભરી શકાશે. સ્માર્ટ પાર્કિંગ ખાતે એલ.ઇ.ડી. સ્કીન રાખવામાં આવશે તેના પણથી પણ સ્માર્ટ પાર્કિંગમાં જગ્યા છે કે નહી તે જાણી શકાશે.

રાજકોટ શહેરને સ્માર્ટ, સુંદર અને રળિયામણું બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સુવિધાથીઓનો ઉપયોગ કરી શહેરને સ્માર્ટ સિટી બનાવવા માટેની કામગીરી તરફ આગળ ધપી રહ્યું છે. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા રાજકોટમાં અર્ધો ડઝન જગ્યાએ ટ્રાફિક પ્રશ્ન નિવારણ માટે બ્રીજના કામ ચાલી રહ્યા છે. લક્ષ્મીનગર બ્રીજનું કામ લગભગ પૂર્ણ થઇ ગયું છે. આ સાથે વાહનોની સંખ્યા પણ છેલ્લા વર્ષોથી સતત વધી રહી છે. જેના માટે પાર્કિંગની જગ્યા અનિવાર્ય છે.

આ પણ વાંચો :ASTRAL અને રત્નમણિ મેટલ્સ પર IT વિભાગે દરોડા પડતાં 1 કરોડ રોકડા મળી આવ્યા

કોર્પો.એ નવી આકરી પાર્કિંગ પોલીસી તો અપનાવી નથી. પરંતુ સ્માર્ટ પાર્કિંગનું કામ નવા ગીયરમાં પાડી દીધું છે. અનેક જગ્યાએ પાર્કિંગની વ્યવસ્થા જળવાઇ અને કાર સહિતના વાહન ચાલકોને દોડાદોડી ન થાય તે માટે એડવાન્સ બુકીંગ સહિતની જેવી સુવિધા પણ નકકી કરી લેવામાં આવી છે. આ મુલાકાત દરમ્યાન નાયબ મ્યુનિ. કમિશનર ચેતન નંદાણી, પી.એ. રસિક રૈયાણી, રાજકોટ રાજપથ લી.ના જનરલ મેનેજર જયેશ કુકડિયા,ડાયરેક્ટર આઈ.ટી. સંજય ગોહીલ, આસી. મેનેજર વત્સલ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : રાજ્યમાં વધશે હવાઈ સેવાનો વ્યાપ, એર એમ્બ્યુલન્સ અને કૃષિ ઉડાન સહિત અનેક નવી સેવાઓ થશે શરુ

આ પણ વાંચો :ગોંડલ અકસ્માતમાં મૃત્યુ પામનારના વારસદારોને સરકારે આર્થિક સહાયની કરી જાહેરાત

આ પણ વાંચો :લાંચ લેતા ઝડપાયેલા જેલ સિપાઈ હિતેશ રબારીના 2 દિવસના પોલીસ રીમાન્ડ મંજૂર