Flight cancelled/ ઉત્તર ભારત ધુમ્મસની ઝપેટમાઃ ગુજરાતમાંથી 25થી વધુ ફ્લાઇટ્સ રદ અને 115થી વધુ ફ્લાઇટ્સમાં વિલંબ

દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીના લીધે ગાઢ ધુમ્મસની લપેટમાં આવતા વિમાની સેવા પર નોંધપાત્ર અસર થઈ છે. આના લીધે છેલ્લા બે દિવસમાં અમદાવાદની 16 ફ્લાઇટ રદ થઈ છે અને 85 ફ્લાઇટમાં વિલંબ થયો છે

Top Stories Ahmedabad Gujarat
YouTube Thumbnail 2024 01 16T110442.040 ઉત્તર ભારત ધુમ્મસની ઝપેટમાઃ ગુજરાતમાંથી 25થી વધુ ફ્લાઇટ્સ રદ અને 115થી વધુ ફ્લાઇટ્સમાં વિલંબ

અમદાવાદઃ દિલ્હી સહિત સમગ્ર ઉત્તર ભારત ઠંડીના લીધે ગાઢ ધુમ્મસની લપેટમાં આવતા વિમાની સેવા પર નોંધપાત્ર અસર થઈ છે. આના લીધે છેલ્લા બે દિવસમાં અમદાવાદની 16 ફ્લાઇટ રદ થઈ છે અને 85 ફ્લાઇટમાં વિલંબ થયો છે. આમ ગાઢ ધુમ્મસે અનેક લોકોના આયોજન ક્ષતવિક્ષત કરીનાખ્યા છે. ફક્ત અમદાવાદ જ નહીં વડોદરા એરપોર્ટ પરથી ઉપડતી આઠ ફ્લાઇટસ રદ થઈ છે અને બીજી 16થી વધુ ફ્લાઇટ્સમાં વિલંબ થયો છે.

ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે દિલ્હીના પાલમ અને સફદરગંજ એરપોર્ટ પર 500 મીટર વિઝિબિલિટી હતી. તેના લીધે રાષ્ટ્રીય રાજધાનીના મોટાભાગના વિસ્તારો સફેદ ચાદરથી જોવા મળ્યા છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યું હતું કે પાલમ અને સફદરજંગ એરપોર્ટ પર 500 મીટર જેટલી જ વિઝિબિલિટી હતી. તેના લીધે ગુજરાતથી આવતી અને ગુજરાત માટે ઉપડતી ફ્લાઇટ્સ પર અસર થઈ હતી.

ઉત્તર ભારતમાં ઠંડીની લહેરના લીધે ત્યાં આવતી અને જતી સંખ્યાબંધ ફ્લાઇટ્સ પર અસર પડી છે. મકર સંક્રાંતિની રજાઓ ગાળી પરત ફરતા પ્રવાસીઓ આ કારણે અટવાયા છે. છેલ્લા આંકડા મુજબ સૌથી વધુ ઇન્ડિગોની 62 પ્લાઇટ મોડી પડી છે. વિઝિબિલિટી ડાઉન થતાં ફ્લાઇટ લેન્ડિંગમાં ભારે તકલીફ પડી છે. અમદાવાદ અને વડોદરા એરપોર્ટ પર મુસાફરોને કલાકોના કલાકો સુધી ટર્મિનલ પર બેસવાનો વારો આવ્યો છે. જો કે ફ્લાઇટ્સ કેટલી મોડી પડશે તેની કોઈ માહિતી નથી. આના લીધે અમદાવાદ એરપોર્ટ પર મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ