Not Set/ હદ છે બાકી, નિવૃત્ત પીએસઆઈ સહિત 8 મકાનોમાં તસ્કરોની મુલાકાત, 4 લાખથી વધુની ચોરી

રાજ્યમાં ગુનાખોરી કેટલી હદે વધી રહી છે તે પોલીસના ચોપડે નોંધાતા ફરિયાદોના આધારે અંદાજો મેળવી શકાય છે. તસ્કરોને જાણે ઘી કેળા મળી રહ્યા હોય તેમ તેવો રાજ્યમાં બિન્દાસ્ત પણે ચોરી કરી રહ્યા છે અને તેમને જાણે કાયદાનો કે પછી પોલીસનો કોઈ ખોફ જ ન્હોય તેમ તેવો ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે.   માણસા પાસેના માણેકપુર […]

Gujarat
Two thief beaten by villagers in Dahod one killed

રાજ્યમાં ગુનાખોરી કેટલી હદે વધી રહી છે તે પોલીસના ચોપડે નોંધાતા ફરિયાદોના આધારે અંદાજો મેળવી શકાય છે. તસ્કરોને જાણે ઘી કેળા મળી રહ્યા હોય તેમ તેવો રાજ્યમાં બિન્દાસ્ત પણે ચોરી કરી રહ્યા છે અને તેમને જાણે કાયદાનો કે પછી પોલીસનો કોઈ ખોફ જ ન્હોય તેમ તેવો ગુનાખોરીને અંજામ આપી રહ્યા છે.

 

માણસા પાસેના માણેકપુર ગામમાં એક જ રાતમાં 8 સ્થળે તાળા તૂટતાં ખળભળાટ મચી ગયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં દૂધ કેન્દ્રોને નિશાન બનાવતી તસ્કર ટોળકી શનિવારે રાત્રે માણસા તાલુકાના માણેકપુર ગામ માં ત્રાટકી હતી. બિહોલાના માઢની બહાર રહેતા અને નિવૃત પી.એસ.આઈ સતુજી ઈશ્વરજી બિહોલાના બંધ ઘરની જાળીનું તાળું તોડી ચોર ઈસમોએ ઘરના છેલ્લા રૂમમાં પડેલી તિજોરીના તાળા તોડી તેમાં મૂકવામાં આવેલા સોના-ચાંદીના 432000 કિંમતના દાગીના અને 3000 રોકડા મળી કુલ 4,35,000 ચોરી કરી હતી. આ સાથે ગામમાં આવેલ મહાકાળી પાર્લરનું તાળું તોડી તેમાંથી 12000 રૂપિયાની રોકડ, મેલડી પાન પાર્લર માંથી પણ 12000 રૂપિયાની રોકડ, ખુશ્બુ પાન પાર્લરનું પણ શટર તોડી 3000 રૂપિયાની રોકડ રકમની ચોરી કરી હતી.

 

બળીયાનગરમાં આવેલ દૂધ ડેરીના કેન્દ્ર નંબર 2-ના ગોડાઉનનું તાળુ તોડી ઘીના 11 પાઉચ તેમજ 700 રૂપિયા રોકડાની ચોરી કરી તસ્કરો ફરાર થઈ ગયા હતા. ગામમાં આવેલ અન્ય દૂધ ડેરીના કેન્દ્ર નંબર 1,3 અને 4 ના પણ તાળાં તોડ્યા હતા પરંતુ ત્યાંથી કઈ હાથ લાગ્યું ન હતું ગામમાં ચોર આવ્યા હોવાની અને તાળા તુટયા હોવાની વાત વાયુ વેગે ફેલાતા કોઈએ આ બાબતની જાણ કરાતા માણસા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી. અજાણ્યા ચોર ઇસમોનું પગેરું મેળવવા માટે કવાયત હાથ ધરી સતુજી બિહોલાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે. 8 સ્થળે તાળા તૂટતાં આપસાપના વિસ્તારોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. તેમજ સ્થાનિકોમાં ભય ફેલાયો હતો.