Not Set/ તો શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની થઇ શરૂઆત? કેટલાક શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

દેશમાં દૈનિક કેસોમાં સતત ઘટાડો નોંધાઇ રહ્યો છે, જે વચ્ચે મહારાષ્ટ્રનાં કેટલાક શહેરોમાં કોરોનાનાં કેસો ઝડપથી વધી રહ્યા હોવાના કારણે ત્રીજી લહેરની શરૂઆત હોવાનો અંદાજો લગાવવામાં આવી રહ્યો છે.

Top Stories India Politics
2 261 તો શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની થઇ શરૂઆત? કેટલાક શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

દેશમાં છેલ્લા ઘણા દિવસોથી કોરોનાનાં આંકડાઓ મંદ પડી રહ્યા છે. બીજી લહેર હવે ધીમે ધીમે શાંત પડતી જઇ રહી હોય તેવુ દેખાઇ રહ્યુ છે. ત્યારે આ વચ્ચે મહારાષ્ટ્રથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજ્યનાં કેટલાક શહેરોમાં કોરોનાનાં કેસ ઝડપથી વધવા લાગ્યા છે.

2 262 તો શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની થઇ શરૂઆત? કેટલાક શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

Alert! / આ 8 ખતરનાક એપ્લિકેશન તમારા ફોનમાં તો નથીને તો ચેતજો ? નહિતર તમારા ડેટા ચોરી કરશે Joker..!

આપને જણાવી દઇએ કે, દેશમાં કોરોનાનાં કેસોમાં સતત તો ઘટાડો થઈ રહ્યો છે, તેમ છતા લોકોને સાવધાની રાખવા સતત કહેવામાં આવી રહ્યુ છે. સાવચેતી ન રાખી તો ત્રીજી લહેર આવી શકે તેવી ચર્ચાએ ખૂબ જોર પકડ્યુ છે. આ વચ્ચે મહારાષ્ટ્રનાં કેટલાક શહેરોમાં કોરોનાનાં કેસોમાં ઝડપથી વધારો જોવા મળી રહ્યો છે. જણાવી દઇએ કે, કોરોનાનાં નવા મ્યુટન્ટ ડેલ્ટા પ્લસનાં ખતરાનાં કારણે એવી આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે દેશમાં કોરોનાની ત્રીજો લહેર આવી શકે છે. દરમ્યાન, મહારાષ્ટ્રની ઉદ્ધવ ઠાકરે સરકારે જોખમને ધ્યાનમાં રાખીને ઘણાં જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી દીધુ છે અને કહ્યું છે કે, પ્રતિબંધોને સમાપ્ત કરવા અને તેમને હળવા કરવા માટે ઉતાવળ કરશો નહીં. ગુરુવારે, મહારાષ્ટ્રમાં કોરોનાનાં 9,844 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે કોરોનાથી 197 લોકોનાં મોત થયા છે. એક અઠવાડિયા બાદ રાજ્યમાં સંક્રમણનાં લગભગ 10 હજાર નવા કેસ નોંધાયા છે. 16 જૂને, મહારાષ્ટ્રમાં કોરોનાનાં 10,107 નવા કેસ નોંધાયા હતા, ત્યારબાદ એક અઠવાડિયામાં દરરોજ નવા સંક્રમણની સંખ્યા 10,000 કરતા ઓછી હતી. પરંતુ જે રીતે મહારાષ્ટ્રનાં 11 શહેરોમાં કોરોના સંક્રમણનાં કેસમાં વધારો જોવા મળ્યો છે, તે ચિંતામાં વધારો કરે છે. આ શહેરોમાં, સંક્રમણનાં કેસોમાં 0.15 ટકાનો વધારો થયો છે, જ્યારે 10 જિલ્લાઓમાં સંક્રમણ દર 4.54 ટકા છે.

2 263 તો શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની થઇ શરૂઆત? કેટલાક શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ

ક્રિકેટ સાથે હોટનેસ / વેસ્ટઈન્ડિઝનાં ખેલાડીઓની પત્નીઓ છે ઘણી હોટ, જુઓ તેમના Photos

આપને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રની કોવિડ ટાસ્ક ફોર્સે સ્પષ્ટ કર્યું છે કે, કોરોનાની ત્રીજી લહેર માટે કોઈ પણ પ્રકારની એલર્ટ જારી કરવામાં આવી નથી. રાજ્ય સરકાર દ્વારા આગામી 2-4 અઠવાડિયામાં કોઈ પણ ત્રીજી લહેરની ચેતવણીને નકારી કાઠવામાં આવી છે. પરંતુ સરકારે સ્પષ્ટ કર્યું છે કે રાજ્ય ત્રીજી લહેર માટે તૈયાર છે, જો ત્રીજી લહેર રાજ્યમાં આવે તો આપણે અગાઉથી તૈયાર રહેવાની જરૂર છે. જો કે તાજેતરમાં કોરોનાનાં દૈનિક કેસોમાં ઘટાડો થવાાના કારણે સામાન્ય નાગરિકો કારણ વિના પણ ઘરની બહાર નિકળી રહ્યા છે, જે આવતા સમયે મોટુ જોખમ સાબિત થઇ શકે છે.

majboor str 24 તો શું મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરની થઇ શરૂઆત? કેટલાક શહેરોમાં ઝડપથી વધી રહ્યા છે કેસ