Covid-19/ તો શું ત્રીજી લહેરની થઇ ગઇ છે શરૂઆત? છેલ્લા 24 કલાકમાં નોંધાયા 47,092 કેસ

દેશમાં હવે ત્રીજી લહેરની શરૂઆત થઇ ગઇ હોય તેવુ લાગી રહ્યુ છે, છેલ્લા 24 કલાકમાં 45 હજારથી પણ વધારે કેસ નોંધાયા છે. જે હવે ખરેખર ચિંતાનો વિષય છે.

Top Stories India
1 43 તો શું ત્રીજી લહેરની થઇ ગઇ છે શરૂઆત? છેલ્લા 24 કલાકમાં નોંધાયા 47,092 કેસ

દેશમાં કોરોનાનાં કેસ હવે ધીમે ધીમે વધી રહ્યા છે. વૈજ્ઞાનિકોએ આપેલા સંકેત મુજબ શું આ ત્રીજી લહેરની શરૂઆત છે? જો કે આ કહેવુ થોડી ઉતાવળ કહેવાશે પરંતુ જે રીતે દેશમાં કોરોનાનાં દૈનિક કેસોમાં વધારો થયો છે જે બતાવે છે કે, ભારતમાં ત્રીજી લહેરની શરૂઆત થવા જઇ રહી છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 47,092 કેસ નોંધાયા છે.

આ પણ વાંચો – જળભરાવ / રાજધાની દિલ્હી પાણી-પાણી, ગુજરાતમાં પણ ભારે વરસાદની આગાહી

છેલ્લા 24 કલાકમાં ફરી એકવાર કોરોનાનાં નવા કેસ 47 હજારને પાર કરી ગયા છે. વળી, લગભગ 500 દર્દીઓએ પણ સંક્રમણનાં કારણે પોતાનો જીવ ગુમાવ્યો છે. અગાઉ બુધવારે પણ કોરોનાનાં નવા કેસ 40 હજારથી વધુ નોંધાયા હતા. તે ચિંતાનો વિષય છે કે હવે ઠીક થનારા લોકોની સંખ્યા નવા દર્દીઓ કરતા ઓછી છે અને સક્રિય કેસ પણ સતત વધી રહ્યા છે. નવીનતમ માહિતી અનુસાર, દેશમાં કોરોનાનાં 47 હજાર 92 નવા કેસ એક દિવસમાં આવ્યા છે. દેશમાં સક્રિય કેસોની સંખ્યા પણ વધીને 3 લાખ 89 હજાર 583 થઈ ગઈ છે. વળી, આ સમયગાળા દરમિયાન કોરોનાનાં 35 હજાર 181 દર્દીઓ ઠીક થયા છે. જો સોમવારની બાદબાકી કરવામાં આવે તો છેલ્લા આઠ દિવસમાંથી સાત દિવસમાં ભારતમાં કોરોનાનાં 40 હજારથી વધુ નવા કેસ નોંધાયા છે. 13 ઓગસ્ટે ભારતમાં કોરોનાનાં નવા કેસ 40 હજારથી નીચે હતા અને આ પ્રક્રિયા 24 ઓગસ્ટ સુધી ચાલુ રહી હતી.

આ પણ વાંચો – નિર્ણય / કોંગ્રેસમાં પ્રશાંત કિશોરની એન્ટ્રી પર મતભેદ,G-23ના વિરોધ બાદ અતિંમ નિર્ણય સોનિયા ગાંધી લેશે

કેરળ હજુ પણ રોગચાળાથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય છે અને દેશમાં કુલ કેસોમાંથી 70 ટકાથી વધુ કેસ કેરળનાં છે. બુધવારે પણ રાજ્યમાં કોરોનાનાં 32 હજાર 803 નવા કેસ નોંધાયા છે, જે કુલ નવા કેસોનાં 72 ટકા છે. કેરળમાં છેલ્લા સાત દિવસોમાંથી 5 દિવસ દરમિયાન કોરોનાનાં 30 હજારથી વધુ કેસ નોંધાયા છે. દેશનાં બીજા સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં બુધવારે કોરોનાનાં 4 હજાર 456 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કોરોનાનાં નવા કેસોમાં થોડો વધારો થયો છે. તમિલનાડુમાં કોરોનાનાં નવા કેસ સમગ્ર સપ્તાહમાં 1500 ની આસપાસ રહ્યા છે. વળી, આંધ્ર પ્રદેશ આ યાદીમાં ચોથા નંબરે છે અને ત્યાં 1100 થી 1500 નવા કેસ આવી રહ્યા છે. વળી, કર્ણાટક પાંચમું સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્ય છે, જ્યાં 1200 ની આસપાસ નવા કેસ નોંધાયા છે.