Election/ તો શું કાશ્મીર ઘાટીમાં પણ ખીલશે કમળ? DDC ચૂંટણીમાં ભાજપ આગળ

જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદની 280 બેઠકો માટેની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતમાં વલણ જમ્મુ ક્ષેત્રની 140 માંથી 34 બેઠકો અને કાશ્મીરની 140 માંથી 20 બેઠકો માટે નોંધાયું છે. …

Top Stories India
zzas 93 તો શું કાશ્મીર ઘાટીમાં પણ ખીલશે કમળ? DDC ચૂંટણીમાં ભાજપ આગળ

જમ્મુ-કાશ્મીર જિલ્લા વિકાસ પરિષદની 280 બેઠકો માટેની ચૂંટણીની મતગણતરી શરૂ થઈ ગઈ છે અને શરૂઆતમાં વલણ જમ્મુ ક્ષેત્રની 140 માંથી 34 બેઠકો અને કાશ્મીરની 140 માંથી 20 બેઠકો માટે નોંધાયું છે. શરૂઆતનાં વલણોમાં, જમ્મુ ક્ષેત્રમાં ભારતીય જનતા પાર્ટી આગળ છે અને કાશ્મીરમાં ગુપકાર ગઠબંધન આગળ છે. જો કે, કાશ્મીરમાં ભારતીય જનતા પાર્ટી પણ વલણોમાં ખાતું ખોલતી જોવા મળી રહી છે. પ્રારંભિક વલણોમાં, ભારતીય જનતા પાર્ટીનાં ઉમેદવારો કાશ્મીરની 5 જિલ્લા વિકાસ પરિષદ બેઠકો પર આગળ છે.

jammu and kashmir ddc election results 2020 live updates jammu and kashmir ddc  election results to come today 20 leaders in custody jammu and kashmir  chunav aml | Jammu and Kashmir DDC

ડીડીસી ચૂંટણી

જમ્મુ-કાશ્મીરમાં 8 તબક્કામાં યોજાયેલી ડીડીસીની ચૂંટણીનાં આજે પરિણામોની ઘોષણા કરવામાં આવશે. જમ્મુ-કાશ્મીરની 280 ડીડીસી બેઠકો માટે 2178 ઉમેદવારોનાં ભાવિનો નિર્ણય લેવામાં આવશે. સવારે 9 વાગ્યાથી મતગણતરીની પ્રક્રિયા શરૂ થશે. આઠ તબક્કામાં મતદાન 51.42 ટકા થયુ હતું. આજે મતગણતરી કેન્દ્રોમાં ત્રણ લાખથી વધુ મતોની ગણતરી કરવામાં આવશે. આપને જણાવી દઇએ કે, જમ્મુ ડિવિઝનનાં 140 મતવિસ્તારોમાંથી, ભાજપ 24 બેઠકો પર, કોંગ્રેસ 04 પર, નેશનલ કોન્ફરન્સ 07, અપની પાર્ટીને 02, અપક્ષ પાર્ટીને 03, અને પેન્થર્સ પાર્ટી એક બેઠક પર આગળ છે.

Kashmir Election Results 2020 Live: गुपकार-बीजेपी में कांटे की टक्कर, अन्य  बिगाड़ सकते हैं खेल

નેતાઓની અટકાયત 

સોમવારે સાંજે, ચૂંટણીનાં પરિણામો આવે તે પહેલાં પીડીપીનાં વધુ એક વરિષ્ઠ નેતાની અટકાયત કરવામાં આવી હતી. પીડીપી નેતા નવીમ અખ્તરને કસ્ટડીમાં રાખવામાં આવ્યા છે. આ પછી, મહેબૂબા મુફ્તિએ ગઈકાલે ભાજપ પર ડીડીસી ચૂંટણીનાં પરિણામોમાં હેરાફેરી કરવાનો પ્રયાસ કરવાનો આરોપ લગાવ્યો હતો. આપને જણાવી દઇએ કે, અત્યાર સુધીમાં પીડીપીનાં ત્રણ નેતાઓની અટકાયત કરવામાં આવી છે.

Politics / “દુશ્મનનો દુશ્મન – દોસ્ત” મમતાએ ભાજપને પછા…

Corona Vaccine / નવા પ્રકારનાં કોરોનાનું આક્રમણ ભારતમાં રસીકરણની તૈયારીઓને અસ…

WEST BENGAL / મમતાને મહાત કરવાનો આ છે ભાજપનો માસ્ટરપ્લાન? જાણો શું છે વ્યૂ…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો