Not Set/ સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: CBI અદાલતના આદેશ વિરુદ્વ ભાઇએ કરી અપીલ

સોહરાબુદ્દીન શેખના કથિત એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં ફરીથી એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અપીલ સોહરાબુદ્દીન શેખના ભાઇ રુબાબુદ્દીને 21 ડિસેમ્બર 2018 ના વિશેષ સીબીઆઇ અદાલતના એ નિર્ણય વિરુદ્વ કરી જેમાં કોર્ટે બધા જ આરોપીઓને છોડી દીધા હતા. Sohrabuddin Sheikh’s brother Rubabuddin has filed an appeal at the Bombay High Court against Special CBI […]

Top Stories India
sohrab સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસ: CBI અદાલતના આદેશ વિરુદ્વ ભાઇએ કરી અપીલ

સોહરાબુદ્દીન શેખના કથિત એન્કાઉન્ટર કેસમાં બોમ્બે હાઇકોર્ટમાં ફરીથી એક અરજી દાખલ કરવામાં આવી છે. આ અપીલ સોહરાબુદ્દીન શેખના ભાઇ રુબાબુદ્દીને 21 ડિસેમ્બર 2018 ના વિશેષ સીબીઆઇ અદાલતના એ નિર્ણય વિરુદ્વ કરી જેમાં કોર્ટે બધા જ આરોપીઓને છોડી દીધા હતા.

જણાવી દઇએ કે આ મામલે મુંબઇ સ્થિત સીબીઆઇની એક વિશેષ અદાલતે 13 વર્ષ બાદ નિર્ણય આપ્યો હતો. પોતાના નિર્ણયમાં અદાલતે પુરાવાના અભાવે 22 આરોપીઓને છોડી દીધા હતા. કોર્ટે ચુકાદો સંભળાવતા કહ્યું હતું કે રજૂ કરવામાં આવેલા સાક્ષી અને પુરાવા કથિત ષડયંત્ર અને હત્યાને સાબિત કરવા માટે પર્યાપ્ત નથી.