વિવાદ/ સોખડા હરિધામ મંદિર વિવાદ, પ્રબોધ ગ્રુપના હરિભક્ત પર હુમલો

સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદમાં હવે ખૂની ખેલ ખેલયો છે. પ્રબોધ ગ્રૂપના એક હરિભક્ત  ઉપર હુમલો કરવામાં આવ્યો છે. 

Top Stories Gujarat
સોખડા હરિધામ મંદિર વિવાદ, પ્રબોધ ગ્રુપના હરિભક્ત પર હુમલો
  • ગુરુવારે સુરતના ઉધના વિસ્તારમાં થયો હુમલો
  • સુરતના હરિભક્ત પર તિક્ષ્ણ હથિયારથી હુમલો
  • સોખડા મંદિરમાં ખેલાઇ રહ્યો છે ખૂની ખેલ
  • હરિભક્તોને મળી રહી છે મારી નાખવાની ધમકી
  • હરિ પ્રબોધ ગ્રુપના ભક્તોને મળી રહી છે ધમકીઓ

સોખડા સ્વામિનારાયણ મંદિર છેલ્લા કેટલાય સમયથી વિવાદોનું  ઘર બન્યું છે. સત્તાની લાલસા સંસાર છોડયા પછી પણ નથી છુટ્તી  તેનું આ જીવતું ઉદાહરણ છે. સોખડા સ્વામિનારાયણ મંદિરના વિવાદમાં હવે ખૂની ખેલ ખેલયો છે. પ્રબોધ ગ્રૂપના એક હરિભક્ત  ઉપર હુમલો કરવામાં આવ્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર સોખડા હરિધામના વિવાદમાં પ્રબોધ ગ્રૂપના સુરતના એક હરિભક્ત પર ગુરૂવારે  ઉધના વિસ્તારમાં તિક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં હરિભક્તના હાથ પર મોટો ચીરો પડી ગયો હતો. અને અર્ધ બેભાન અવસ્થામાં તેને  સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પ્રબોધ ગ્રૂપના હરિભક્તોને છેલ્લા કેટલાય સમયથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે. અને હવે જીવલેણ હુમલો થતાં સુરતના હરિભક્તોમાં ચિંતા વ્યાપી છે.

અત્રે નોધનીય છે કે  સોખડા સહિત અમુક પ્રદેશોમાં પ્રેમસ્વરૂપ સ્વામીનો દબદબો છે, પરંતું સુરત સહિત મોટાભાગના શહેરો અને વિદેશોમાં પ્રબોધસ્વામીના ભક્તો મોટી સંખ્યામાં વસવાટ કરે છે. હાલ હરિધામ સોખડાના હરિભક્તોમાં આ હુમલાને હરિધામ વિવાદને જોડીને જોવાઈ રહ્યો છે. પરંતુ હરિભક્તની પોલીસ ફરિયાદ બાદ ખરૂ કારણ સામે આવી શકશે.

હવામાન / રાજ્યમાં બે દિવસ હિટવેવની આગાહી, આગામી બે દિવસ પડશે આકરી ગરમી