Not Set/ ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ દરમ્યાન એક શખ્સે કર્યુ કઇંક એવુ, ખેલાડી પણ ન રોકી શક્યા હસી

લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો માં પૂર્ણ થઈ હતી. છેલ્લા દિવસે ન્યૂઝીલેન્ડ દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંકથી ઈંગ્લેન્ડની ટીમ ઘણી પાછળ રહી ગઈ હતી અને અંતે બંને ટીમોએ પરસ્પર નિર્ણય લીધો હતો કે મેચ ડ્રો પર પૂર્ણ થાય.

Sports
1 260 ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ દરમ્યાન એક શખ્સે કર્યુ કઇંક એવુ, ખેલાડી પણ ન રોકી શક્યા હસી

લોર્ડ્સ સ્ટેડિયમ ખાતે રમાયેલી પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો માં પૂર્ણ થઈ હતી. છેલ્લા દિવસે ન્યૂઝીલેન્ડ દ્વારા નક્કી કરાયેલા લક્ષ્યાંકથી ઈંગ્લેન્ડની ટીમ ઘણી પાછળ રહી ગઈ હતી અને અંતે બંને ટીમોએ પરસ્પર નિર્ણય લીધો હતો કે મેચ ડ્રો પર પૂર્ણ થાય. ભલે પહેલી ટેસ્ટ મેચ ડ્રો હતી, પરંતુ મેચ દરમ્યાન એક એવી ઘટના બની જેણે ચાહકો અને ખેલાડીઓનું ખૂબ મનોરંજન કર્યુ.

ક્રિકેટ ન્યૂઝ / લીલોતરીથી સજ્જ અને આધુનિક ફાર્મ હાઉસમાં રહે છે ધોની, પત્ની સાક્ષીએ વીડિયો કર્યો શેર

આપને જણાવી દઇએ કે, ટેસ્ટ મેચનાં છેલ્લા દિવસે સ્ટેડિયમમાં બેઠેલી વ્યક્તિ રેનકોટ સારી રીતે પહેરી રહ્યો હતો પણ તેના આ અંદાજને જોઇ આસપાસ બેઠેલા લોકોની સાથે ખેલાડીઓ પણ પોતાની હસી રોકી શક્યા નહોતા. આ વીડિયોને કેમેરામેને તેના કેમેરામાં કેદ કર્યો હતો. જણાવી દઇએ કે, ન્યૂઝીલેન્ડની ટીમની બીજી ઇનિંગ દરમિયાન, મેચ જોવા આવેલા વ્યક્તિએ આકસ્મિક રીતે તેનો રેનકોટ ઉંધું પહેરી લીધું હતું. રેનકોટને સીધો કેવી રીતે કરવો તે આ શખ્સ સમજી શક્યો નહીં, જેના કારણે લોકો હસવા લાગ્યા હતા. કેમેરામેને તે વ્યક્તિનો વીડિયો બનાવ્યો અને તેને સ્ટેડિયમમાં સ્ક્રીન પર લાઈવ બતાવ્યો. આ શખ્સ પોતાનો રેનકોટ સીધો કરવાનો પ્રયાસ કરતાં પરેશાન જોવા મળ્યો હતો, જ્યારે મેચ જોવા આવેલા લોકોએ તે વ્યક્તિની આ ક્રિયા જોઈને હસવા લાગ્યા હતા. જ્યારે ઈંગ્લેન્ડનાં ખેલાડીઓએ પણ વ્યક્તિની મૂંઝવણ જોઇ, તો તેઓ પણ પોતાની હસીને રોકી શક્યા નહીં. આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આપને જણાવી દઈએ કે, જ્યારે વ્યક્તિની નજર સ્ક્રીન પર ગઈ ત્યારે તેણે આ પ્રસંગે પણ પ્રતિક્રિયા આપી હતી અને બંને હાથ ઉંચા કરી અને થમ્પસપ ઇશારો કરતા જોવા મળ્યો હતો. બાદમાં, તે વ્યક્તિ તેના રેનકોટને સીધો કરી પહેરી લીધો હતો. પરંતુ વ્યક્તિની આ ક્રિયાથી લાઇવ મેચમાં ક્રિકેટ જોવા આવેલા ચાહકો અને મેચ રમનારા ખેલાડીઓનું ખૂબ મનોરંજન થયું હતુ.

ક્રિકેટ ન્યૂઝ / શ્રીલંકાનાં પૂર્વ ક્રિકેટર જયસૂર્યાએ પોતાની પત્નીની સેક્સ ટેપ કરી લીક

ન્યૂઝીલેન્ડ અને ઈંગ્લેન્ડ વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો થયા બાદ સીરીઝની છેલ્લી ટેસ્ટ મેચ 10 જૂને એજબેસ્ટનમાં રમાશે. કિવિ ટીમે ટેસ્ટ મેચ બાદ ભારત સામે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઈનલ રમવાની છે. તે જોતાં ન્યૂઝીલેન્ડની ટીમ બીજી ટેસ્ટ મેચ જીતવા માટે તમામ શક્ય પ્રયાસો કરશે. આ ટેસ્ટ મેચ સાઉથૈમ્પ્ટનમાં 18 જૂનથી 22 જૂન સુધી રમાશે.

kalmukho str 5 ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડ મેચ દરમ્યાન એક શખ્સે કર્યુ કઇંક એવુ, ખેલાડી પણ ન રોકી શક્યા હસી