Daman Death/ દમણમાં પિતા સાથે વાત કરતાં-કરતાં પુત્રનું મોત

દમણમાં દેવકા તાઇવાડમાં રહેતા 52 વર્ષીય દીપક ભંડારી નામનો હોટેલ સંચાલક હોટેલ બહાર જ પોતાના પિતા સાથે બાઇક પર બેસીને વાતો કરી રહ્યો હતો. તે સમયે તે અચાનક જ બાઇક પરથી ઢળી પડ્યો હતો.

Top Stories Gujarat
Daman death 1 દમણમાં પિતા સાથે વાત કરતાં-કરતાં પુત્રનું મોત

સામાન્ય રીતે પહેલાં Daman-Death તો લોકો બીમાર પડતાં કે કોઈ માંદગી આવતી તો મૃત્યુ પામતા. પણ હવે તો રમતા રમતા, ડાન્સ કરતા-કરતા, બેઠા-બેઠા મોતની ઘટના બનવા લાગી છે. કેન્દ્રશાસિત પ્રદેશ દમણમાં એક વ્યક્તિ પોતાની જ હોટેલની બહાર બેસીને પિતા સાથે વાત કરી રહ્યો હતો તે અચાનક સ્કૂટર પર બેઠા-બેઠા ઢળી પડ્યો હતો. તેના પછી તેને હોસ્પિટલમાં ખસેડવામાં આવતા ડોક્ટરોએ તેને મૃત્યુ પામેલો જાહેર કર્યો હતો.

પુત્રને ઢળી પડતા જોઈ પિતા આઘાતમાં

દમણમાં દેવકા તાઇવાડમાં રહેતા 52 વર્ષીય Daman-Death દીપક ભંડારી નામનો હોટેલ સંચાલક હોટેલ બહાર જ પોતાના પિતા સાથે બાઇક પર બેસીને વાતો કરી રહ્યો હતો. તે સમયે તે અચાનક જ બાઇક પરથી ઢળી પડ્યો હતો. પિતા સામે જ પિત્ર આ રીતે ઢળી પડતા જોઈ પિતા સ્તબ્ધ થઈ ગયા હતા અને તેમણે બૂમાબૂમ કરી મૂકી હતી. તેના પગલે હોટેલનો સ્ટાફ તાત્કાલિક દોડી આવ્યો હતો. દીપકભાઈને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સરકારી ડોક્ટરોએ તેમને મૃત્યુ પામેલા જાહેર કર્યા હતા.

મૃતક શરીરે સ્વસ્થ હતો

મૃતક દીપકભાઈના પિતાના મતે તેમનો પુત્ર સ્વસ્થ હતો Daman-Death અને તેને કોઈપણ તકલીફ ન હતી. રાજ્યમાં છેલ્લા બે મહિનામાં આવી ઘટનાઓ વધી રહી છે, જેમા રમતા-રમતા મોત આવે છે. ડાન્સ કરતા-કરતાં માણસ મૃત્યુ પામે છે. યોગ કરતા માણસ મૃત્યુ પામે છે. 52 વર્ષીય દીપક ભંડારી શરીરે સ્વસ્થ હતા અને હોટેલ સંચાલકના અચાનક મૃત્યુથી હોટેલ બિઝનેસ સાથે જોડાયેલા લોકો, મિત્ર વર્તુળ અને તેમના કુટુંબમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે.

મહત્વની વાત તો એ છે કે દેશના અનેક રાજ્યોમાં છેલ્લા Daman-Death બે મહિનામાં આવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમા હસતા-હસતા, ડાન્સ કરતા-કરતાં અને પારિવારિક પ્રસંગમાં બેઠા-બેઠા જુવાનજોધ લોકોએ અચાનક જીવ ગુમાવી દીધો હોય.આવી અનેક ઘટનાઓ એક પછી એક બની રહી છે. છેલ્લા કેટલાક સમયથી આવી ઘટનાઓના પ્રમાણમાં નોંધપાત્ર વધારો થયો છે અને આ સ્થિતિ વધુને વધુ ગંભીર સ્વરૂપ ધારણ કરી ચૂકી છે.

હરતા-ફરતા, રમતા, નાચતા મોતની અનેક ઘટનાઓ

યુવાનોમાં છેલ્લા કેટલાક સમયથી હાર્ટ એટેકના બનાવોમાં Daman-Death સતત વધારો થઈ રહ્યો છે અને ખાસ કરીને રમત રમતા-રમતા યુવકોને એટેક આવવાના કિસ્સા વધ્યા છે. રમતા-રમતા યુવકોનું મોત થઈ રહ્યું છે. થોડા દિવસ પહેલા જ રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ક્રિકેટ રમતા-રમતા યુવકને હાર્ટ એટેક આવ્યો અને આ ઘટનામાં 45 વર્ષીય મયૂર મકવાણા નામના યુવકનું મૃત્યુ નીપજ્યું હતું. રાજ્યમાં 2 મહિના જેટલા દિવસમાં રમતા રમતા મોતની આ 8મી ઘટના સામે આવી હતી, ત્યારે યુવાનોમાં વધતા જતા હાર્ટ એટેકના બનાવો ચિંતાનો વિષય બન્યો છે.

આ પણ વાંચોઃ Womens Death/ રાજકોટમાં બાઇક પર જતી મહિલાની સાડીનો છેડો કૂતરાએ ખેંચ્યો અને મળ્યું મોત

આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલ ગાંધીને બે વર્ષની સજા, પણ જામીન અરજી તાત્કાલિક મંજૂર, કોંગ્રેસને હાશકારો

આ પણ વાંચોઃ Rahul Gandhi/ રાહુલ ગાંધીને કલમ-500 હેઠળ દોષિત ઠેરવ્યા તે કલમ શું છે તે જાણો