Savarkundla News/ લાદી કાપવાના કટર વડે વહુ-વેવાણે સાસુની કરી હત્યા

ક્રાઇમ સીરિયલો જોઈને લોકો ગુનો ન કરવાનું શીખવાના બદલે ગુનો કરવાનું શીખવા માંડયા હોય તેવું વધી લાગી રહ્યું છે. લોકો તેમાં કમસેકમ તેટલો પદાર્થપાઠ લેતા નથી કે ગમે તેવો ગુનેગાર છેલ્લે પકડાઈ જ જાય છે.

Gujarat Others
Beginners guide to 34 1 લાદી કાપવાના કટર વડે વહુ-વેવાણે સાસુની કરી હત્યા

સાવરકુંડલાઃ ક્રાઇમ સીરિયલો જોઈને લોકો ગુનો ન કરવાનું શીખવાના બદલે ગુનો કરવાનું શીખવા માંડયા હોય તેવું વધી લાગી રહ્યું છે. લોકો તેમાં કમસેકમ તેટલો પદાર્થપાઠ લેતા નથી કે ગમે તેવો ગુનેગાર છેલ્લે પકડાઈ જ જાય છે.

સાવરકુંડલાની ફ્રેન્ડ્સ સોસાયટીમાં આવી જ ચકચાર મચાવનારી ઘટના બની હતી. તેમા પુત્રવધુ અને વેવાણે ભેગા થઈને સાસુને ખતમ કરી નાખ્યા હતા. લાદી કાપવાના કટર વડે ગળુ કાપીને હત્યા કર્યાનું ખૂલ્યું છે. ઘરકંકાસથી કંટાળીને પુત્રવધુએ તેમની સાસુની હત્યા કરી હતી અને તેમના પતિ પર હુમલો કર્યો હતો.

આ પહેલા આ મહિલાની લાશ મળી ત્યારે હત્યારી વેવાણે આરોપ મૂક્યો હતો કે માતાની હત્યા તેના જ પુત્રએ કરી છે. સામે તેણે પણ આક્ષેપ કર્યો હતો કે તેમની સાસુ અને પત્નીએ ભેગા થઈ માતાની હત્યા કરી છે.

બંનેના એકબીજા પરના આરોપના પગલે અમરેલીના સપી હિમકરસિંહે સૂચના પતા સાવરકુંડલાના ડીવાયએસપી તેમજ લોકલ બ્રાન્ચે તલસ્પર્શી તપાસ શરૂ કરી હતી. સતત 12 કલાક પૂછપરછ કર્યા પછી પોલીસને હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી.

મૃતક બીનાબેન પાઠકના પુત્ર વૈભવના લગ્ન આઠ મહિના પહેલા જ શ્વેતા નામની યુવતી સાથે થયા હતા. વૈભવના ઘરે તેમના સાસુ મહેમાન બનીને વ્યા હતા. વૈભવ સાંજે નોકરી પરથી ઘરે પહોંચ્યો ત્યારે ઘરમાં માતાની લાશ લોહીલુહાણ હાલતમાં પડી હતી. અચાનક જ તેની પત્ની શ્વેતા અને તેની સાસુ સોનલે વૈભવ પર મરચાની ભૂકી છાંટી હતી. યુવક દોડીને બહાર નીકળી ગયો હતો અને આસપાસના લોકોને બોલાવીને પોલીસને જાણ કરી હતી.

સમગ્ર ઘટનાના પગલે પોલીસ તાત્કાલિક દોડી વી હતી. તેણે લાશ કબ્જે કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. શ્વેતાને તેની સાસુ બીનાબહેન સાથે વારંવાર કંકાસ થતો હતો. તેથી તેણે જ હત્યાનો પ્લાન ઘડ્યો હતો. તેણે તેની માતાને અમદાવાદથી સાવરકુંડલા બોલાવી હતી. તેના પગલે તે નવું કટર ખરીદીને લાવ્યા હતા.

પતિ વૈભવ સાંજે ઘરે આવે તે પહેલાં જ શ્વેતાએ તેની સાસુ બીનાબેનને મરચુ છાંટી અને બીનાબેનના માથામાં કી બોથડ પદાર્થ મારી હુમલો કર્યો હતો. તેથી બીનાબેન ત્યાં ઢળી પડ્યા હતા. તેના પછી શ્વેતાએ સાસુને પકડી રાખ્યા હતા. સોનલબેને માથાના ભાગે, ડોકના ભાગે, આંખ, કપાળ તથા પેટ પર ઇલેક્ટ્રિક કટર ફેરવી દઈ વેવાણની ક્રૂર હત્યા કરી હતી.

હત્યાની ઘટનાને અંજામ પી બંને ઠંડે કલેજે રૂમની બહાર આવી ગયા હતા. તેના પછી રાત્રે વૈભવ નોકરી કરી ઘરે પરત આવતા સાસુ સોનલે તેના પર મરચાની ભૂકી છાંટીને હુમલો કરવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે વૈભવ છટકીને બહાર ભાગી જવામાં સફળ થયો હતો. માતાપુત્રી બંને વૈભવને પણ મારી નાખવા માંગતા હતા. પોલીસે વૈભવની ફરિયાદ પરથી શ્વેતા અને તેની માતા સોનલ સામે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

સ્થાનિક પોલીસે ગુનામાં ઉપયોગમાં લેવાયેલા કટર, લોહીના ડાઘવાળો રૂમાલ, દરવાજા નજીકથી માથાના વાળ તથા હત્યામાં ઉપયોગમાં લેવાયેલા અન્ય સાધનો કબ્જે કરી લીધા હતા. તેના પછી તપાસનો ધમધમાટ શરૂ કરી વૈભવની પત્ની તેમજ તા સાસુને પકડી પાડ્યા હતા.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:વૃદ્ધ સાસુ સાથે રહેવા ના પડતા, હાઈકોર્ટે છૂટાછેડાનો આપ્યો આદેશ

આ પણ વાંચો:સાત દિવસ પત્ની અને સાત દિવસ પ્રેમિકા સાથે ગુજારવાનો વાયદો

આ પણ વાંચો:કોરોના દરેક સામે કારગર All-in-One રસી આવશે….