Not Set/ સોનિયા ગાંધીએ બોલાવી કોંગી નેતાની ઇમરજન્સી બેઠક, તો પુત્ર મોહ ત્યજવાની તિવારીની ટકોર… !!

કોંગ્રેસનો કકડાટ ઉભરે આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આમ તો કોંગ્રેસ દ્વારા દેશભરમાં સંગઠનાત્મક કામ શરુ કરી દેવામાં આવ્યું છે. અને અનેક જગ્યાએ પાયાથી ફેરફારોનાં આણસારો પણ આવી રહ્યા છે.

Top Stories India
congress 2 સોનિયા ગાંધીએ બોલાવી કોંગી નેતાની ઇમરજન્સી બેઠક, તો પુત્ર મોહ ત્યજવાની તિવારીની ટકોર... !!
  • આજે કોંગ્રેસની ઇમરજન્સી બેઠક યોજાશે
  • સોનિયા ગાંધી G23ના નેતાઓને મળશે
  • સોનિયા ગાંધી અન્ય નેતાઓને પણ મળશે
  • નારાજ નેતાઓની માંગણીઓ બેઠકમાં ચર્ચાશે
  • નારાજ નેતાઓનો વધતા વિભાજનનો ખતરો
  • વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ બોલાવી બેઠક
  • 20થી વધુ નેતાએ પત્ર લખીને વ્યક્ત કરી નારાજગી
  • જાન્યુ.માં નવા પ્રમુખની પસંદગીની શક્યતા

કોંગ્રેસનો કકડાટ ઉભરે આવ્યો હોવાનું સામે આવી રહ્યું છે. આમ તો કોંગ્રેસ દ્વારા દેશભરમાં સંગઠનાત્મક કામ શરુ કરી દેવામાં આવ્યું છે. અને અનેક જગ્યાએ પાયાથી ફેરફારોનાં આણસારો પણ આવી રહ્યા છે. કોંગ્રેસ હવે નવા રુપ રંગમાં આવવા માટે કહી શકાય કે કમર કસી રહી છે, પરંતુ રાજકારણ અને સત્તા કોઇ દિવસ કોઇને સામેથી મુકવી ગમતી પણ નથી અને મુકી શકાતી પણ નથી તે હકીકત છે અને આવુ જ જોવામાં આવશે કોંગ્રેસમાં તે વાતનો પણ અંદેશો છે. કહેવાય છે ને કે પરિવર્તન સંસારનો નિયમ છે અને જ્યારે આવે છે ત્યારે અનેક વટવૃક્ષોને પણ ફેકી નવિનતા લાવે છે. બસ આવુ જ કોંગ્રેસમાં જોવામાં આવે તો નવાઇ નહીં. અને આ મામલાનાં મંડાણ પણ થઇ ચૂક્યા છે.

Analytics / વસ્તી 135 કરોડ અને સાંસદો ફક્ત 543 – મેરા ભારત મહાન, પ…

નારાજ નેતાઓની માંગણીઓની બેઠકમાં ચર્ચા 

Kamal Nath's Big Role In Sonia Gandhi Meeting With Rebels

કોંગ્રેસની ઇમરજન્સી બેઠક યોજાવવા જઇ રહી છે. કોંગ્રેસનાં કાર્યકારી અધ્યક્ષા સોનિયા ગાંધી આજે કોંગ્રેસનાં G-23નાં નેતાઓને મળશે અને સાથે સાથે સોનિયા ગાંધી અન્ય નેતાઓને પણ મળશે.  કોંગ્રેસમાં નારાજ નેતાઓની માંગણીઓની બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. નારાજ નેતાઓ અને તેનાથી વધતા વિભાજનનો ખતરો ખાળી કોંગ્રેસ હાલ ડેમેજ કંટ્રોલનું કામ કરી રહી હોય તેવુ રાજકીય પંડિતો જોઇ રહ્યા છે. કોંગ્રેસનાં વચગાળાના પ્રમુખ સોનિયા ગાંધીએ આ તાકીદની બેઠક બોલાવી છે.

Bengal Election / TMC માં બગાવતનાં પૂર વચ્ચે આજે HM અમિત શાહ બંગાળનાં પ્રવાસે…

RJDએ જ કોંગ્રેસ પર નિશાન તાક્યું

RJD veteran Shivanand Tiwari stirs hornet's nest with Rahul's criticism; Congress hits back

ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ સાનિયા ગાંધીને કોંગ્રેસનાં 20થી વધુ નેતાએ પત્ર લખીને વ્યક્ત પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.અને કોંગ્રેસને સ્થાઇ પ્રમુખ આપવાની માંગની સાથે સાથે અનેક બીજી માંગો પણ કરવામાં આવી હતી. તમામ વસ્તુ સ્થિતિ અને આંતરકલહને ધ્યાનમાં રાખી જાન્યુઆરીમાં કોંગ્રેસનાં નવા પ્રમુખની પસંદગીની શક્યતા જોવામાં આવી રહી છે. તમામ હકીકતો અને વાતો વચ્ચે કોંગ્રેસનાં જ સાથી પક્ષ કહી શકાય તેવા RJDએ જ કોંગ્રેસ પર નિશાન તાક્યું છે.

Corona Vaccine / અમેરિકામાં ફાઈઝર પછી મોડર્નાની કોરોના રસીને પણ મળી મંજૂરી, જ…

સોનિયા ગાંધી રાષ્ટ્રીય હિતમાં પુત્રમોહનો ત્યાગે – તિવારી

4 months after unprecedented dissent, Sonia will meet some of 23 letter-writers tomorrow | India News,The Indian Express

આશ્ચર્ય વચ્ચે આરજેડીના ઉપાધ્યક્ષ કમ પૂર્વ મંત્રી શિવાનંદ તિવારીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કોંગ્રેસને રડારલેસ બોટ ગણાવી હતી. તિવારીએ આક્ષેપ કર્યો છે કે, રાહુલ ગાંધી અણઇચ્છિત નેતા છે. તેમની પાસે લોકોને ઉત્તેજિત કરવાની ક્ષમતા નથી, તેમના પક્ષના લોકો જ તેમના પર વિશ્વાસ નથી કરતા. સાથે જ શિવાનંદ તિવારીએ સોનિયા ગાંધીને રાષ્ટ્રીય હિતમાં પુત્રમોહનો ત્યાગ કરવાની અપીલ કરી છે. કહ્યું હતું કે, મારા શબ્દો આરજેડીના નેતૃત્વ સુધી પણ ખલબલી મચાવી શકે છે, પરંતુ લોકશાહી બચાવવા માટે હું આવું કહેવા માટે ફરજપ્રસ્ત છું.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…