Not Set/ દક્ષિણ કોરિયાની હોસ્પિટલમાં આગ,33ના કરૂણ મોત

સીઓલ  દક્ષિણ કોરિયામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 33 લોકો જીવતા ભુંજાયા હતા.ન્યુઝ એજન્સી યોન્હાપના અહેવાલ મુજબ આગ લાગી તે ઈમારતમાં પાંચ માળની છે જેમાં એક નર્સિંગ હોમ અને એક હોસ્પિટલ આવેલી હતી.ફાયર વિભાગના પ્રમુખ ચોઈ માન વૂએ જણાવ્યું કે અત્યાર સુધી આગ લાગવાનું  કારણ જાણવા મળ્યું નથી . તેમણે કહ્યું કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે. […]

World
south korea hospital fire દક્ષિણ કોરિયાની હોસ્પિટલમાં આગ,33ના કરૂણ મોત

સીઓલ

 દક્ષિણ કોરિયામાં આગ લાગવાથી ઓછામાં ઓછા 33 લોકો જીવતા ભુંજાયા હતા.ન્યુઝ એજન્સી યોન્હાપના અહેવાલ મુજબ આગ લાગી તે ઈમારતમાં પાંચ માળની છે જેમાં એક નર્સિંગ હોમ અને એક હોસ્પિટલ આવેલી હતી.ફાયર વિભાગના પ્રમુખ ચોઈ માન વૂએ જણાવ્યું કે અત્યાર સુધી આગ લાગવાનું  કારણ જાણવા મળ્યું નથી . તેમણે કહ્યું કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યાં છે.

164217 198077 koriya દક્ષિણ કોરિયાની હોસ્પિટલમાં આગ,33ના કરૂણ મોત

પોલીસે જણાવ્યું કે ઘટના સમયે હોસ્પિટલમાં 200 જેટલા લોકો હાજર હતાં. મળતી માહિતી મુજબ આ અગાઉ પણ જાન્યુઆરીમાં દક્ષિણ કોરિયાની રાજધાની સીઓલની એક હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના સામે આવી હતી.જેમાં પાંચ લોકોના મોત થયા હતા. અને ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. જેમની સારવાર હજી પણ હોસ્પિટલમાં ચાલી રહી છે.

 ઉલ્લેખનીય છે કે આ આગ લગાવવામાં આવી હતી. આગ લગાવનાર વ્યક્તિએ ગુસ્સામાં આવીને આગ લગાવી હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આગ લગાવનારી વ્યક્તિની ધરપકડ  કરી લીધી છેઆરોપીની ઉંમર 33 વર્ષ છે. અને વ્યવસાયે ડિલિવરી બોય છે.