Jamnagar/ SP દીપેન ભદ્રનનો સપાટો, જયેશ પટેલ અને તેના સાગરીતો સામે ગુજસીટોક લાગુ કર્યો

જામનગરમાં વધી રહેલી ગુન્હાખોરી અને ભયના વાતાવરણ વચ્ચે પોલીસ દ્વારા છેલ્લા પખવાડીયાથી હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશન અંતર્ગત આજે પોલીસે જયેશ પટેલ સાથે

Gujarat Others
jamanagar SP દીપેન ભદ્રનનો સપાટો, જયેશ પટેલ અને તેના સાગરીતો સામે ગુજસીટોક લાગુ કર્યો

જામનગરમાં વધી રહેલી ગુન્હાખોરી અને ભયના વાતાવરણ વચ્ચે પોલીસ દ્વારા છેલ્લા પખવાડીયાથી હાથ ધરવામાં આવેલ સ્પેશ્યલ ઓપરેશન અંતર્ગત આજે પોલીસે જયેશ પટેલ સાથે સંકળાયેલા અને તેના અત્યંત નજીકના સાગરીતો સહિત શહેરના લીસ્ટેડ વાઇટ કોલર ઉઠાવી લીધા છે.  આ તમામની સામે ગુજસીટોક હેઠળ ગુન્હો નોંધી કાયદાકીય ભરડો વધુ મજબુત કર્યો છે. ત્રણ બિલ્ડર, બે વકીલ અને એક રાજકારણી તથા જયેશ પટેલની ગેંગના સપ્તાહમાં પકડાયેલ સાગરીતો સહીતની સામે આ ધારા મુજબ કાર્યવાહી કરવામાં આવશે.

જામનગરના કુખ્યાત ભૂમાફિયા જયેશ પટેલ અને તેની ગેંગ વિરૂદ્ધ પોલીસે કાયદાનો ગાળિયો મજબૂત કર્યો છે અને જામનગર પોલીસે ગુજસીટોક કાયદા હેઠળ જયેશ પટેલ અને તેના સાગરીતો સામે ગુનો નોંધ્યો છે. આ અંગેની માહિતી એસપી જામનગર ડીઆઈજીએ આપી છે. જામનગરના મોટા બિલ્ડર નિલેશ ટોળિયા,  ભાજપના કોર્પોરેટર અતુલ ભંડેરી, વસરામ આહીર, પ્રવિણ ચોવટિયા, પ્રફુલ પોપટ, મુકેશ અભંગી સહિત 8ની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે એક સાગરિત હાલ જેલમાં જ છે.

congres bhajp 8 SP દીપેન ભદ્રનનો સપાટો, જયેશ પટેલ અને તેના સાગરીતો સામે ગુજસીટોક લાગુ કર્યો

અંગે ડીઆઈજીએ પ્રેસ કોન્ફરન્સ સંબોધી હતી. તેમણે જણાવ્યું હતું કે રાજ્ય સરકારે અમલમાં મુક્યા બાદ ગુજસીટોક કાયદા હેઠળ પ્રથમ ગુનો નોંધાયો છે. આ ગુનામાં 10 વર્ષથી લઈ આજીવન કેદ સુધીની સજાની જોગવાઈ છે. એસપી દીપેન ભદ્રની ટીમે 8 આરોપીઓની ધરપકડ કરી છે. જો કે મુખ્ય સૂત્રધાર જયેશ પટેલ હજુ પણ ફરાર છે. જેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો  “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.