PUNJAB/ લો બોલો!! લગ્નનાં દિવસે જ દુલ્હનનો પરિવાર રફૂચક્કર, જાણો પૂરી વિગત

પંજાબ મોગામાં કન્યાને લેવા ગયેલો વરરાજા અચાનક રડી પડ્યો હતો અને પાછો તેના ઘરે ચાલ્યો ગયો. જ્યારે વરઘોડો પહોંચ્યો ત્યારે કન્યાનાં ઘરે એક લોક મળ્યુ હતુ….

India
s 16 લો બોલો!! લગ્નનાં દિવસે જ દુલ્હનનો પરિવાર રફૂચક્કર, જાણો પૂરી વિગત

પંજાબ મોગામાં કન્યાને લેવા ગયેલો વરરાજા અચાનક રડી પડ્યો હતો અને પાછો તેના ઘરે ચાલ્યો ગયો. જ્યારે વરઘોડો પહોંચ્યો ત્યારે કન્યાનાં ઘરે એક લોક મળ્યુ હતુ. જિલ્લા લુધિયાણાનાં ગામ મંસીહા બાજેકાથી હરજિંદર સિંહ અને તેમના પરિવારવાળા વરઘોડો લઇને મોગાનાં ગામ રેડવા પહોંચ્યા હતો.

સમગ્ર મામલો મોગાનાં ગામ રેડવામાં એક વરરાજા વરઘોડો લઇને પહોંચ્યો ત્યારે તેની દુલ્હનનાં ઘરે તાળુ લાગેલુ જોયુ. વળી જ્યારે વરરાજાનાં સંબંધીઓએ 112 નંબર પર ફરિયાદ લખાવી, ત્યારે ઘટના સ્થળે પહોંચેલી પોલીસને તાત્કાલિક સમજીને વરઘોડાને પરત મોકલ્યો હતો અને કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી. આપને જણાવી દઇએ કે, વરરાજાનાં પરિવારે અહી જણાવ્યું હતું કે, આશરે 1 મહિના પહેલા તેના છોકરાનાં લગ્ન મોગાનાં રેડવા ગામની એક યુવતી સાથે નક્કી થયા હતા અને લગ્નનાં 1 દિવસ પહેલા યુવતીનાં પરિવાર વતી શગુન પણ મુકવામાં આવ્યુ હતુ.

તેમણે જણાવ્યું કે આજે સવારે જ્યારે અમે વરઘોડો લઇને નિકળ્યા હતા ત્યારે કેટલાક લોકોએ તેમની કાર આગળ એક કાર ઉભી કરી દીધી અને તેમને કહ્યું કે યુવતી પહેલેથી જ પરિણીત છે અને આ યુવતીનાં લગ્ન કોર્ટમાં એક છોકરા સાથે થયા છે. વરરાજાનાં સંબંધીઓએ જણાવ્યું હતું કે, યુવતીનાં પહેલા પતિને પણ તે સમયે સગીર હોવા બદલ શિક્ષા કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, આજે જ્યારે અમે લગ્નનો વરઘોડો લઇને છોકરીનાં ઘરે પહોંચ્યા હતા. તો સામે અમને ઘરનાં બારણા પર એક લોક મળ્યુ અને અમે જ્યારે ફોન પર યુવતીનાં પરિવારજનોનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો ત્યારે ફોન બંધ હતો.

Republic day / તિરંગો ફરકાવવાનાં છે કેટલાક નિયમો, જાણો નહીંતર થશે સજા

Republic day / PM મોદીએ જામનગરની વિશેષ પાઘડી પહેરી, જાણો શું છે તેની પાછળની વાર્તા?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો