Surendranagar/ ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન

ચોટીલા તાલુકાકક્ષાનો ઓનલાઇન ઇનોવેશન ફેસ્ટીવલ મંગળવારે યોજાતા તાલુકાની 14 શાળાઓના શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન સાથે રચનાત્મક અભિગમને મળેલ સફળતાની સાફલ્યગાથા અભિવ્યક્ત કરી હતી.

Gujarat Others
a 256 ચોટીલામાં શિક્ષણ ક્ષેત્રે ઈનોવેટિવ કામ કરનારા શિક્ષકોની પડખે સરકાર, અપાયું ખાસ પ્રોત્સાહન

@સચિન પીઠવા,મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

રાજ્યની અંદર ઇનોવેટીવ કામ કરતા શિક્ષકોને પ્રોત્સાહિત કરવા દર વર્ષે જિલ્લાકક્ષા ઇનોવેશન ફેસ્ટીવલનું આયોજન થાય છે. પરંતુ કોરોન કાળને ધ્યાને લઇ ઓનલાઇન શિક્ષણ નહી પણ બાળકો માટે કંઇક નાવિન્યતમ પ્રવૃતિ સાથે મૂલ્યશિક્ષણની વિશેષ કામગીરી કરતા દરેક શિક્ષકોને પ્રોત્સાહન મળે તે હેતુથી રાજ્ય શિક્ષણ વિભાગે નવતર પ્રયોગ હાથધર્યો હતો.

આથી ચોટીલા તાલુકાકક્ષાનો ઓનલાઇન ઇનોવેશન ફેસ્ટીવલ મંગળવારે યોજાતા તાલુકાની 14 શાળાઓના શિક્ષકોએ ભાગ લીધો હતો. જેમાં વિવિધ વિષયો પર પ્રેઝન્ટેશન સાથે રચનાત્મક અભિગમને મળેલ સફળતાની સાફલ્યગાથા અભિવ્યક્ત કરી હતી.

જેમાંના સૌથી ઉત્કૃષ્ટ પ્રયોગની પસંદગી સમિતિનાં અધ્યક્ષ તરીકે જીલ્લા ડાયેટ પ્રાચાર્ય સી.ટી.ટુંડીયા, ડાયેટના લેક્ચરર વિમલભાઇ દાંગી, તાલુકા શિક્ષણાધિકારી વિભાભાઈ રબારી, બીઆરસી ભરતભાઇ છાટબાર અને સીઆરસી પ્રકાશભાઇ પરમારે કરી હતી.

સુરેન્દ્રનગરમાં પીએમ આવાસ યોજનામાંથી નામ કપાતા લોકોમાં રોષની લાગણી

જાફરાબાદમાં માછીમારી કરી રહેલી બોટમાં 300 કિલોની મહાકાય માછલી જાળમાં ફસાઈ

સુરતમાં ફેક કોલ સેન્ટર પર પોલીસે પાડ્યા દરોડા, 35 લોકોની ધરપકડ

ગુજરાતની જાણીતી સિંગર કાજલ મહેરીયા ફરી વિવાદમાં, જાણો કેમ નોંધાઈ પોલીસ ફરીયાદ

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છેત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેઆ સમયે કોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો