ચોરી/ ખાસ વાંચો, “તસ્કરોએ કઈ શાળાઓને બનાવી ટાર્ગેટ”

એક દિવસમાં બે શાળાઓમાં ચોરીની ધટના, ક્યાંક ટીવી, લેપટોપ તો ક્યાંક બાળકોનો મેડલ લઈને ચોર ફરાર

Ahmedabad Gujarat
naroll ખાસ વાંચો, “તસ્કરોએ કઈ શાળાઓને બનાવી ટાર્ગેટ”

@ભાવેશ રાજપૂત,મંતવ્ય ન્યુઝ-અમદાવાદ

અમદાવાદમાં ચોર ટોળકીઓ શાળાઓને ટાર્ગેટ બનાવીને ચોરી કરી રહી હોય તેવી ધટના સામે આવી છે..શહેરમાં એક જ દિવસમાં બે અલગ અલગ શાળાઓમાં ચોરીની ફરિયાદ પોલીસ મથકે નોંધાઈ છે…એક શાળામાં બાળકોને ભણાવવા માટે વપરાતુ ટી.વી, સ્પીકર તેમજ લેપટોપની ચોરી થઈ તો અન્ય શાળામાં બાળકોના ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝ મેડલોની ચોરી થઈ છે…

અમદાવાદનાં સેટેલાઈટ વિસ્તારમાં આયોજનનગર પાસે આવેલા યમુના એપાર્ટમેન્ટની સામે આવેલી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલીત એલિસબ્રિજ શાળા નંબર 29માં રાતના સમયે ચોરે ઘૂસીને ચોરીને અંજામ આપ્યો હતો..સ્કૂલની ઓફિસનાં તાળા તોડીને 48 અને 50 ઈંચનાં બે LED ટી.વી, 4 સ્પીકર, એક પ્રિન્ટર તેમજ ખાનામાંથી તિજોરીની ચાવી લઈને તિજોરીમાં મૂકેલું લેપટોપ સહિતનો મુદ્દામાલ ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.. આ સમગ્ર મામલે શાળાના આચાર્યએ 1.08 લાખની કિંમતના મુદ્દામાલની ચોરીની ફરિયાદ નોંધાવી છે.. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે મહત્વનું છે કે કોર્પોરેશનની શાળામાં સીસીટીવી લાગેલા હોવા છતાં પણ ચોર શખ્સો જાણે કે કેમેરાથી જાણકાર હોય તેમ કેમેરામાં પોતે ન દેખાય તે રીતે સામાનની ચોરી કરીને ફરાર થઈ ગયા હતા.

WhatsApp Image 2021 03 09 at 9.47.14 PM ખાસ વાંચો, “તસ્કરોએ કઈ શાળાઓને બનાવી ટાર્ગેટ”

અન્ય શાળામાં ચોરીની ધટનાની વાત કરીયે તો ઈસનપુર-વટવા રોડ પર આવેલી ગ્રીનલોંસ સ્કુલનાં એડમીનીસ્ટ્રરે નારોલ પોલીસ સ્ટેશનમાં શાળામાં થયેલી ચોરીની ફરિયાદ નોંધાવી છે.રવિવારે શાળામાં રાજ્ય વેરા નિરિક્ષકની પરિક્ષાઓ હતી જે પરિક્ષા પૂર્ણ થયા બાદ તેઓ સ્કૂલને બંધ કરી ઘરે ગયા હતા.સોમવારે સવારે તેઓ શાળાએ પરત ફરતા ઓફિસ ખોલીને જોતા સામાન વેરવિખેર જોવા મળ્યો હતો..તેમજ ઓફિસની બારી તુટેલી હતી.ઓફિસમાંથી ચોરે ફીનાં રોકડ 4500 રૂપિયા, 9 બ્રોન્ઝ મેડલો, 26 સિલ્વર મેડલો તેમજ 26 ગોલ્ડ મેડલો એમ કુલ  61 મેડલો જેની કિંમત 4270 થાય છે તે પણ ચોરી કર્યા હતા..તે સિવાય શાળામાં બાળકોનાં ગુમ થયેલા 4 ફોન પણ ચોરાઈ ગયા હતા..જે બાદ ઈસનપુર પોલીસમાંથી તેઓને ફોન આવ્યો હતો તે શાળામાંથી ચોરાયેલી વસ્તુઓ સાથે પોલીસે ત્રણ આરોપીઓને ઝડપી લીધા છે..ઈસનપુર પોલીસે સમીર પઠાણ, મુસ્તુફા શેખ, આરીફઅલી શેખ નામના આરોપીઓને ઝડપી મુદ્દામાલ રીકવર કર્યો હતો..ત્યારે ઈસનપુર પોલીસે આરોપીઓને ઝડપી નારોલ પોલીસને સોંપ્યા હતા.. નારોલ પોલીસે આરોપીઓને કોરોનાં ટેસ્ટ કરાવી ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે..