રાજકોટ/ પેપરલીક કૌભાંડ મુદ્દે કૉંગ્રેસના કાર્યકરોએ ધરણા કરતાં, પોલીસે ટીંગાટોળી 23ની અટકાયત કરી

રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે

Rajkot Gujarat
Untitled 49 2 પેપરલીક કૌભાંડ મુદ્દે કૉંગ્રેસના કાર્યકરોએ ધરણા કરતાં, પોલીસે ટીંગાટોળી 23ની અટકાયત કરી

  રાજયમાં કોરોનાની બીજી લહેર ભયાનક જોવા મળી હત જેમાં લાખો લોકો કોરોનામાં  મૃત્યુ પામ્યા હતા ત્યારે સરકારી પરીક્ષાઓ પણ  લેવાઈ નહતી. ત્યારે હવે  કોરોના કેસ  નિયંત્રણમાં આવતા પરીક્ષાઓ શરૂ કરાઇ છે ત્યારે પેપર લીક ના કોભાંડ સામે આવી રહયા  છે રાજ્યની ભાજપ સરકારની ઘોર બેદરકારી અને લાપરવાહીના કારણે ગુજરાતમાં વારંવાર રાજ્ય સરકારની સ્પર્ધાત્મક પરીક્ષાના પેપર ફૂટી જવાની ઘટના સામાન્ય બની ગઈ છે હાલમાં જ હેડ ક્લાર્ક ની ભરતી માટેની પરીક્ષાનું પેપર લીક થયેલ છે જેના કારણે રાજ્યના લાખો બેરોજગાર યુવાનો હાલાકી અને અરાજકતાનો ભોગ બન્યા.

આ પણ વાંચો :Good News! / સલમાન ખાને કર્યું કન્ફર્મ, બનશે ‘બજરંગી ભાઈજાન’ની સિક્વલ  

પહેલેથી બેકારીનો ભોગ બનેલા રાજ્યના લાખો બેરોજગાર યુવાનોને પરીક્ષા આપવા જવાનો ખર્ચ, સમયનો દુર્વ્યય અને ભારે હાલાકી ભોગવવા પડ્યા. બેરોજગાર યુવાનો માટે ઉપયોગી આયોજન કે નીતિ ઘડવાને બદલે તેમની હાલાકીમાં વધારો કરવાનું રાજ્યની ભાજપ સરકારનું આ પગલું અત્યંત નીંદનીય છે. હંમેશની જેમ રાજ્યની પ્રજાના પડખે રહેવાની તેમજ પ્રજાના પ્રશ્નોને વાચા આપવાની નેમ સાથે કોંગ્રેસ પક્ષ સતત સક્રિય રહેતો જોવા મળી રહ્યો છે .

આ પણ  વાંચો ecipe / ઘરે 7 લેયર પરાઠા બનાવવા માટે અપનાવો કેટલીક આ સરળ ટિપ્સ…..

ત્રિકોણબાગ ખાતે કોંગી આગેવાનો અને કાર્યકરો દ્વારા ભાજપ સરકાર વિરોધી સૂત્રોચ્ચાર સાથે દેખાવો કરવામાં આવ્યા હતા. જ્યાં કોંગી કાર્યકરોએ જણાવ્યું હતું કે,સ્પર્ધાત્મક પરીક્ષાઓના પેપર ફૂટવાની અનેક ઘટનાઓ ભાજપ સરકારમાં બની રહી છે, તેથી વિદ્યાર્થીઓ અને યુવાનોમાં ભારે આક્રોશ છે. જેથી ગુજરાતની ભાજપ સરકારના ગુનાહિત છબરડાઓને ઉજાગર કરી પ્રજાની વેદના અને આક્રોશને વાચા આપવા માટે ધરણાંનું આયોજન કરવામાં આવ્યું હતું. જો કે પોલીસે વિરોધ પ્રદર્શન કરી રહેલા આગેવાનો અને કાર્યકરોની ટીંગાટોળી સાથે અટકાયત કરી હતી.