સુરત/ પત્ની – બાળકો પર એસિડ એટેક કરી પિતાએ જેલમાંથી પણ કર્યું એવું કે, તમે જાણીને

ગુજરાતમાં કેદીઓને રાખવા માટે જેલો બનાવવામાં આવી છે,પરંતુ કેટલીકવાર જેલમાંથી પણ આરોપીઓ નિયમોને પાડવા માટે પણ બંધાયેલા નથી અને તેઓ કેટલીકવાર મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતા હોય છે

Gujarat Surat
A 115 પત્ની – બાળકો પર એસિડ એટેક કરી પિતાએ જેલમાંથી પણ કર્યું એવું કે, તમે જાણીને

ગુજરાત (Guajarat) માં કેદીઓને રાખવા માટે જેલો બનાવવામાં આવી છે,પરંતુ કેટલીકવાર જેલમાંથી પણ આરોપીઓ નિયમોને પાડવા માટે પણ બંધાયેલા નથી અને તેઓ કેટલીકવાર મોબાઈલ ફોનનો ઉપયોગ પણ કરતા હોય છે અને ધમકીઓ પણ આપતા હોય છે, ત્યારે આ જ પ્રકારની એક ઘટના સામે આવી છે.

હકીકતમાં, સુરત (Surat) માં આજથી બે વર્ષ પહેલા 8 ઓગસ્ટ 2019ના રોજ છગન વાળાએ પોતાની પત્ની અને દીકરા-દીકરીઓ પર એસિડ એટેક (acid ttack) કર્યો હતો, જેમાં ગંભીર રીતે દાઝેલી પત્નીનું સારવાર દરમિયાન નિધન થયું હતું, જયારે દીકરી પ્રવીણાની એક આંખ ખરાબ થઈ ગઈ છે અને દીકરી અલ્પાને એસિડને કારણે ઈજા થઈ હતી. આ ઘટના બાદ આરોપી પતિ જેલમાં બંધ છે, પરંતુ તે જેલમાં બેઠો બેઠો પણ પોતાના પરિવારજનોને ધમકી આપી રહ્યો છે.

Acid 1 પત્ની – બાળકો પર એસિડ એટેક કરી પિતાએ જેલમાંથી પણ કર્યું એવું કે, તમે જાણીને

આરોપી પતિ જેલમાંથી ફોન કરીને એસિડ એટેકમાં પોતાની માતાને ગુમાવી ચૂકેલા અને પોતે પણ ગંભીર દાઝેલા ત્રણ ભાઈ-બહેનોને ધમકાવી રહયા છે. ત્યારબાદ પિતા દબાણ કરતા હોવાને પગલે બાળકોએ કોર્ટમાં ફરિયાદ કરી હતી અને આ મામલે કોર્ટના આદેશથી સુરત ક્રાઇમ બ્રાન્ચે ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

પોલીસે લાજપોર જેલના ચાર જેટલા કેદીઓ સામે ગુનો નોંધ્યો.

આ ઘટના પછી છગન વાળા ફરાર થઈ ગયો હતો અને જ્યાં તો ફરતો હતો. તમામ જગ્યાએ તે રેલવે સ્ટેશન પર જ સૂઈ જતો હતો. હરિદ્વાર ખાતે પોતાના પાપ ધોવા માટે ગંગામાં સ્નાન પણ કર્યુ હતું. પૈસા ખૂટી જતા તેણે જૂનાગઢમાં સોનાની વીંટી વેચી નાખી હતી.પરંતુ છેવટે પાંજરે પુરાયો હતો , હવે આ પિતા જેલમાંથી ફોન કરી ને પુત્ર ભાર્ગવ પર દબાણ લાવી રહ્યો છે કે સમાધાન કરો જેથી પિતા બહાર નીકળી શકે. પરંતુ આ પરિવાર હવે પિતા સાથે વાત પણ નથી કરવા માંગતા. બાકી હોય તો અન્ય પરિવારજનોને છગન વાળા ફોન કરતો રહે છે બાળકોને સમજાવવા. પણ ચારેય ટસના મસ ન થતાં એક પછી એક પરિવારજનો સંબંધો તોડી રહ્યાં છે. એક પરિણીત બહેનને પણ તેના બાપના કારણે કોઈ સાથે લઈ જવા તૈયાર નથી. જે વાત આ ચારેય ભાઈ બહેનને ડંખી રહી છે.