Not Set/ INDvsSA : વિરાટ બ્રિગેડની ૧૩૫ રને શરમજનક હાર, સીરીઝમાં ૨-૦ થી પાછળ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની બીજી ટેસ્ટ સેન્ચુંરિયનમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના અંતિમ અને પાંચમાં દિવસની રમત આગળ ધપાવતા ભારતીય ટીમ વધુ એકવાર ફ્લોપ સાબિત થઇ છે.  સેન્ચુંરિયન ટેસ્ટમાં ભારતીય ટીમની ૧૩૫ રને શરમજનક હાર થઇ છે. ૨૮૭ રનનો ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી વિરાટ બ્રિગેડ બીજી ઇનિગ્સમાં માત્ર […]

Top Stories
642740 lungi ngidi hardik pandya savind 2018 afp INDvsSA : વિરાટ બ્રિગેડની ૧૩૫ રને શરમજનક હાર, સીરીઝમાં ૨-૦ થી પાછળ

ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી ત્રણ ટેસ્ટ મેચ શ્રેણીની બીજી ટેસ્ટ સેન્ચુંરિયનમાં રમાઈ રહી છે. ટેસ્ટ મેચના અંતિમ અને પાંચમાં દિવસની રમત આગળ ધપાવતા ભારતીય ટીમ વધુ એકવાર ફ્લોપ સાબિત થઇ છે.  સેન્ચુંરિયન ટેસ્ટમાં ભારતીય ટીમની ૧૩૫ રને શરમજનક હાર થઇ છે. ૨૮૭ રનનો ટાર્ગેટનો પીછો કરવા મેદાને ઉતરેલી વિરાટ બ્રિગેડ બીજી ઇનિગ્સમાં માત્ર ૧૫૧ રને સમેટાઈ ગઈ હતી અને દક્ષિણ આફ્રિકાન ટીમે શાનદાર વિજય મેળવ્યો હતો. આ સાથે દક્ષિણ આફ્રિકાએ ૨-૦ થી સીરીઝ પર કબ્જો કરી લીધો છે.

૨૮૭ રનનો ટાર્ગેટનો પીછોકરતા ભારતીય ટીમની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર મુરલી વિજય ૯ અને લોકેશ રાહુલ માત્ર ૪ રન ફટકારીને આઉટ થયા હતા. ચેતેશ્વર પુજારા, કેપ્ટન કોહલી, પાર્થિવ પટેલ, હાર્દિક પંડ્યા સહિતના તમામ બેટ્સમેનોએ આફ્રિકન બોલરો સામે શરણાગતિ સ્વીકારી હતી અને સસ્તામાં પેવેલિયન ભેગા ગયા હતા. ભારત તરફથી માત્ર રોહિત શર્માએ સૌથી વધુ ૪૭ રણ ફટકાર્યા હતા. જયારે દક્ષિણ આફ્રિકા તરફથી પ્રથમ ટેસ્ટ મેચ રમી રહેલા ઝડપી બોલર લુંગી ગીડીએ તરખાટ મચાવતા ૬ વિકેટ ઝડપી હતી ટીમ માટે વિજયનો પાયો નાખ્યો હતો. અને સાથી બોલર કસિગો રબાળાએ ૩ વિકેટ ઝડપી હતી.

આ પહેલા દક્ષિણ આફ્રિકાએ બીજી ઇનિગ્સમાં ૨૫૮ રનનો સ્કોર ખડકયો હતો અને ભારત પર ૨૮૬ રનની લીડ હાંસલ કરી હતી. બીજી ઇનિગ્સમાં એબી ડીવિલિયર્સ ૮૦ રન અને ઓપનર દિન એલ્ગર ૬૧ રન બનાવી આઉટ થયો હતો. જયારે ભારત તરફથી ઝડપી બોલર મોહમ્મદ શામીએ ૩ જયારે જસપ્રીત બુમરાહે ૨ વિકેટ ઝડપી હતી.

ભારતીય ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૦૭ રન ફટકાર્યા હતા. ભારત તરફથી કેપ્ટન કોહલીએ શાનદાર સદી ફટકારી છે. કોહલીએ ટેસ્ટ કેરિયરની ૨૧ મી સદી ફટકારી હતી. જયારે ઝડપી બોલર મોર્ની મોર્કલે ૪ વિકેટ ઝડપી હતી. જયારે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી દક્ષિણ આફ્રિકન ટીમે પ્રથમ ઇનિંગ્સમાં ૩૩૫ રનનો સ્કોર ખડકયો હતો. આફ્રિકા તરફથી ઓપનર માર્કરમેં ૯૪ જયારે હાશિમ અમલાએ ૮૨ રન ફટકાર્યા હતા. સ્પિનર આર. અશ્વિને ૪, ઝડપી બોલર ઇશાંત શર્માએ ૩ જયારે મોહમ્મદ સામીએ ૧ વિકેટ ઝડપી હતી.