Not Set/ ૮૨ વર્ષ બાદ વિરાટ કોહલી સર ડોન બ્રેડમેનના આ રેકોર્ડની કરી શકે છે બરાબરી

નવી દિલ્હી, નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ૨૦૩ રને શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ શાનદાર સદી ફટકારતા ટીમના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યારસુધીમાં રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં બે સદી ફટકારી છે અને પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે, ત્યારે હવે કોહલીની ભારતીય […]

Trending Sports
virat bradman test getty ૮૨ વર્ષ બાદ વિરાટ કોહલી સર ડોન બ્રેડમેનના આ રેકોર્ડની કરી શકે છે બરાબરી

નવી દિલ્હી,

નોટિંઘમના ટ્રેન્ટબ્રિજ મેદાન ખાતે ભારત અને ઈંગ્લેંડ વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમે ૨૦૩ રને શાનદાર જીત મેળવી હતી. આ મેચમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પણ શાનદાર સદી ફટકારતા ટીમના વિજયમાં મહત્વનું યોગદાન આપ્યું હતું.

ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ અત્યારસુધીમાં રમાયેલી ત્રણ ટેસ્ટ મેચમાં બે સદી ફટકારી છે અને પોતાના સર્વશ્રેષ્ઠ ફોર્મમાં છે, ત્યારે હવે કોહલીની ભારતીય ટીમ પાસે એક એવો મૌકો છે, જે છેલ્લા ૮૨ વર્ષમાં કોઈ કરી શક્યું નથી. આ રેકોર્ડ છે સીરીઝમાં ૨-૦થી પાછળ રહ્યા બાદ પાંચ મેચની ટેસ્ટ શ્રેણી ૩-૨થી જીતવાનો છે.

આ પહેલા વર્ષ ૧૯૩૬-૩૭માં ઓસ્ટ્રેલિયાની ટીમે સર ડોન બ્રેડમેનની કેપ્ટનશિપમાં ૦-૨થી પાછળ રહ્યા બાદ ઇંગ્લેન્ડ સામેની એશિઝ શ્રેણી ૩-૨થી જીતી હતી.

નોટિઘમ ટેસ્ટ જીત્યા બાદ ભારતીય ટીમ પાસે પણ આ રેકોર્ડની બરાબરી કરવાનો મૌકો છે. વિરાટ બ્રિગેડ જો સાઉથેમ્પ્ટન અને ધ ઓવલ ખાતે રમાનારી ટેસ્ટ મેચ જીતવામાં સફળ રહેશે તો વિરાટ કોહલી સર ડોન બ્રેડમેનના રેકોર્ડની બરાબરી કરી લેશે.

૧૯૩૬-૩૭માં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બે ટેસ્ટ હાર્યા બાદ ત્રીજી ટેસ્ટમાં ૩૬૫ રનથી જીત મેળવી હતી. આ ઉપરાંત ચોથી ટેસ્ટમાં ઇંગ્લેન્ડને ૧૪૮ રનથી અને અંતિમ ટેસ્ટ મેચમાં પણ ઓસ્ટ્રેલિયાએ એડિલેડમાં ઇંગ્લેન્ડને ઇનિંગ્સ અને ૨૦૦ રનથી હરાવી સિરીઝ ૩-૨થી પોતાના નામે કરી હતી.