Not Set/ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ભારતીય ખેલાડી નહિ કરી શકે બોલિંગ, ICCએ લગાવ્યો પ્રતિબંધ

દુબઈ, ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા ભારતીય ખેલાડી અંબાતી રાયડુ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા આઈસીસી દ્વારા સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં રાયડુની બોલિંગ એક્શન પર સવાલો ઉઠાવ્યા હતા. JUST IN: Ambati Rayudu has been suspended from bowling in international cricket.Details 👇https://t.co/n400JyZJdf pic.twitter.com/0QUfFfmnUs— […]

Top Stories Trending Sports
આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ભારતીય ખેલાડી નહિ કરી શકે બોલિંગ, ICCએ લગાવ્યો પ્રતિબંધ

દુબઈ,

ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા ભારતીય ખેલાડી અંબાતી રાયડુ પર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં બોલિંગ કરવા પર પ્રતિબંધ લગાવ્યો છે. આ પહેલા આઈસીસી દ્વારા સિડનીના ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની પ્રથમ મેચમાં રાયડુની બોલિંગ એક્શન પર સવાલો ઉઠાવ્યા હતા.

ICC દ્વારા સોમવારે ટ્વિટ કરતા જણાવ્યું હતું કે, “૧૪ દિવસના સમયમાં રાયડુ પોતાની બોલિંગનો રિપોર્ટ જમા કરાવવામાં નિષ્ફળ રહ્યો છે અને આ જ કારણે તેને આઈસીસીએ પોતાના કોડ ઓફ કન્ડકટના ૪.૨ હેઠળ તરત જ પ્રભાવથી પ્રતિબંધ લગાવ્યો છે”.

ambati rayudu આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ ભારતીય ખેલાડી નહિ કરી શકે બોલિંગ, ICCએ લગાવ્યો પ્રતિબંધ

આઈસીસીએ વધુમાં કહ્યું, “રાયડુ પર આ પ્રતિબંધ ત્યાં સુધી બની રહેશે, જ્યાં સુધી તેઓની બોલિંગનું પરીક્ષણ થશે નહિ અને સાથે સાથે એ સાબિત નહિ થાય કે તે યોગ્ય રીતે બોલિંગ કરવા મ,માટે સક્ષમ છે”.

અત્રે ઉલ્લેખનીય છે કે, ઓસ્ટ્રેલિયા સામેની પ્રથમ મેચમાં ભારતીય ટીમના પાર્ટ ટાઈમ બોલર અંબાતી રાયડુની બોલિંગ એક્શન પર સવાલો ઉભા થયા હતા. આ મેચમાં રાયડુએ પહેલી વન-ડેમાં ૨ ઓવરની બોલિંગ કરી હતી અને જેમાં ૧૩ રન આપ્યા હતા.

આ મેચમાં રોહિત શર્માની શાનદાર સદી બાદ પણ ભારતીય ટીમે હારનો સ્વાદ ચાખ્યો હતો, જયારે કાંગારું ટીમનો ૩૪ રને શાનદાર વિજય થયો હતો.