Not Set/ એશિયા કપ : ટીમ ઇન્ડિયાના ગબ્બરે બાંગ્લાદેશ સામેની મેચમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

દુબઈ, UAEમાં રમાઈ રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની મેચમાં ૭ વિકેટે એક તરફી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ૧ વર્ષથી પણ વધુ સમય બાદ ટીમમાં પુનરાગમન કરવામાં સફળ રહેલા ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ માત્ર ૨૯ રન આપી ચાર વિજય ઝડપી હતી, જયારે કેપ્ટન રોહિત શર્માએ પણ ૮૩ રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી. જો કે ભારતીય ટીમના […]

Trending Sports
sports miraculous catch taken by shikhar dhawan on boundary 1 39002 39002 shikhar dhawan catch એશિયા કપ : ટીમ ઇન્ડિયાના ગબ્બરે બાંગ્લાદેશ સામેની મેચમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ

દુબઈ,

UAEમાં રમાઈ રહેલા એશિયા કપ ટુર્નામેન્ટમાં ટીમ ઇન્ડિયાએ બાંગ્લાદેશ સામેની મેચમાં ૭ વિકેટે એક તરફી વિજય મેળવ્યો હતો. આ મેચમાં ૧ વર્ષથી પણ વધુ સમય બાદ ટીમમાં પુનરાગમન કરવામાં સફળ રહેલા ઓલરાઉન્ડર ખેલાડી રવીન્દ્ર જાડેજાએ માત્ર ૨૯ રન આપી ચાર વિજય ઝડપી હતી, જયારે કેપ્ટન રોહિત શર્માએ પણ ૮૩ રનની કેપ્ટન ઇનિંગ્સ રમી હતી.

જો કે ભારતીય ટીમના આ વિજયમાં ગબ્બર તરીકે ઓળખાતા શિખર ધવને બેટ અને ફિલ્ડ દ્વારા શાનદાર પર પ્રદર્શન કર્યું હતું. બાંગ્લાદેશ સામેની મેચમાં ધવને પ્રથમ ફિલ્ડીંગ કરતા ચાર કેચ પકડ્યા હતા અને ૪૦ રન પણ બનાવ્યા હતા.

dhawancatch b 22 એશિયા કપ : ટીમ ઇન્ડિયાના ગબ્બરે બાંગ્લાદેશ સામેની મેચમાં બનાવ્યો આ ખાસ રેકોર્ડ
sports-asia-cup-shikhar-dhawan-four-catches-indian-fielder-Bangladesh

શિખર ધવને આ ચાર કેચ પકડવાની સાથે જ એક રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ધવન એશિયા કપમાં ચાર મેચ પકડનારા ભારતીય ટીમનો પ્રથમ ખેલાડી બની ગયો છે.

બીજી બાજુ શિખર ધવને ભારતના એ ફિલ્ડરોમાં પોતાનું સ્થાન બનાવ્યું છે, જેમાં વન-ડે ઇનિંગ્સમાં ૪ – ૪ કેચ પકડ્યા છે. ધવન આ ઉપલબ્ધિ હાંસલ કરનાર સાતમો ખેલાડી બની ગયો છે.

આ પહેલા ભાર્ફ્તના ભારતના પૂર્વ કેપ્ટન અને લીટલ માસ્ટર સુનિલ ગવાસ્કરે વર્ષ ૧૯૮૫માં પાકિસ્તાન સામે શારજાહ ખાતે રમાયેલી મેચમાં ચાર કેચ પકડ્યા હતા.