Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદ : ૯ મહિનાનો પ્રતિબંધ સમાપ્ત થયા બાદ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી કરશે કમબેક

મેલબર્ન, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદ શામેલ કાંગારું ઓપનર બેટ્સમેન કેમરૂન બેન્ક્રોફટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ શનિવારે આ બેન સમાપ્ત થયા બાદ આ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીએ ક્રિકેટમાં કમબેક કર્યું છે. ૯ મહિનાનો પ્રતિબંધ પૂરો થયા બાદ કેમરૂન બેનક્રોફ્ટને ડોમેસ્ટિક પ્રીમિયર લીગ બીગ બેશની ટીમ પર્થ સ્કોચર્સમાં […]

Trending Sports

મેલબર્ન,

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદ શામેલ કાંગારું ઓપનર બેટ્સમેન કેમરૂન બેન્ક્રોફટ પર નવ મહિનાનો પ્રતિબંધ લગાવવામાં આવ્યો હતો, ત્યારબાદ શનિવારે આ બેન સમાપ્ત થયા બાદ આ ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીએ ક્રિકેટમાં કમબેક કર્યું છે.

૯ મહિનાનો પ્રતિબંધ પૂરો થયા બાદ કેમરૂન બેનક્રોફ્ટને ડોમેસ્ટિક પ્રીમિયર લીગ બીગ બેશની ટીમ પર્થ સ્કોચર્સમાં શામેલ કરાયો છે. પર્થ સ્કોચર્સનો આગામી મુકાબલો હોબાર્ટ હરિકેન્સ સામે છે.

Cameron Bancroft REUTERS 1545800711 બોલ ટેમ્પરિંગ વિવાદ : ૯ મહિનાનો પ્રતિબંધ સમાપ્ત થયા બાદ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી કરશે કમબેક
sports-ball tampering-bancroft-9-month-ban-expires-back–perth-scorchers-squad

બેનક્રોફટે પ્રતિબંધ સમાપ્ત થયા બાદ જણાવ્યું, “છેલ્લા ૯ મહિનાના સફર અંગે હું શું કહું. હું જ્યાં છું તેના માટે આભારી છું અને એક વ્યક્તિ તરીકે આગળ વધતો રહીશ”.

તેઓએ વધુમાં કહ્યું, “બેન બાદના ૯ મહિના વ્યક્તિગત, ટીમ અને સમુદાયની રીતે જે પણ મારી યાત્રાનો સફર રહ્યો છે, તેના માટે તેઓનો આભાર”.

શું હતો મામલો ?  

8b42c8008739cb0ac534067b2df556fa બોલ ટેમ્પરિંગ વિવાદ : ૯ મહિનાનો પ્રતિબંધ સમાપ્ત થયા બાદ ઓસ્ટ્રેલિયાનો આ ખેલાડી કરશે કમબેક
sports-ball tampering-bancroft-9-month-ban-expires-back–perth-scorchers-squad

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટને મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ નીકળતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.

આ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ણાયક કાર્યવાહી કરતા ટીમના કેપ્ટન સ્ટીવન સ્મિથ અને ડેવિડ વોર્નર પર ૧-૧ વર્ષનો પ્રતિબંધ અને બેનક્રોફટ પર ૯ મહિનાનો બેન લગાવવામાં આવ્યો હતો.