Not Set/ BCCI દ્વારા ડોમેસ્ટિક સિઝનમાં કરાશે ૨૦૦૦ મેચોનું આયોજન, જુઓ આ કાર્યક્રમ

નવી દિલ્હી, બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં ડોમેસ્ટિક સિઝનમાં કુલ ૨૦૦૦ મેચોનું આયોજન કરવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આં મેચોમાં પુરુષ તેમજ મહિલા ટુર્નામેન્ટના તમામ વર્ગની મેચો શામેલ છે. ૨૦૧૮-૧૯માં ૨૦૦૦ હજાર મેચોનું આયોજન કરવા અંગે BCCI દ્વારા નિવેદન બહાર પાડીને આ જાણકારી આપવામાં આવી છે. BCCIના રિપોર્ટ મુજબ, […]

Sports
BCCI logo BCCI દ્વારા ડોમેસ્ટિક સિઝનમાં કરાશે ૨૦૦૦ મેચોનું આયોજન, જુઓ આ કાર્યક્રમ

નવી દિલ્હી,

બોર્ડ ઓફ ક્રિકેટ કંટ્રોલ ઇન ઇન્ડિયા (BCCI) દ્વારા વર્ષ ૨૦૧૮-૧૯માં ડોમેસ્ટિક સિઝનમાં કુલ ૨૦૦૦ મેચોનું આયોજન કરવા માટે પ્લાનિંગ કરવામાં આવ્યું છે. આં મેચોમાં પુરુષ તેમજ મહિલા ટુર્નામેન્ટના તમામ વર્ગની મેચો શામેલ છે.

૨૦૧૮-૧૯માં ૨૦૦૦ હજાર મેચોનું આયોજન કરવા અંગે BCCI દ્વારા નિવેદન બહાર પાડીને આ જાણકારી આપવામાં આવી છે.

BCCIના રિપોર્ટ મુજબ, દેશમાં ડોમેસ્ટિક સીઝનની શરૂઆત ૧૭ ઓગષ્ટના રોજથી શરુ થશે અને ૮ સપ્ટેમ્બર સમાપ્ત થશે, જયારે રણજી સીઝનની શરૂઆત ૧ નવેમ્બરથી થશે જે ૬ ફેબ્રુઆરી, ૨૦૧૯ સુધી ચાલશે.

આ ઉપરાંત વિજય હજારે ટ્રોફી ૧૯ સપ્ટેમ્બર થી ૨૦ ઓકટોબર સુધી ચાલશે, જયારે દેવધર ટ્રોફી ૨૩ થી ૨૭ ઓક્ટોબર વચે રમાશે.

બીજી બાજુ રણજી ટ્રોફીમાં ૯ નવી ટીમોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કારણે ટીમોની સંખ્યા ૩૭ થઈ ગઈ છે. આ તમામ ૩૭ ટીમોને ત્રણ એલિટ ગ્રુપ A, B, C એમ ત્રણ ગ્રુપોમાં વહેચવામાં આવ્યા છે.

રણજી ટ્રોફીમાં ૯ નવી ટીમોમાં અરુણાચલ પ્રદેશ, બિહાર, મણિપુર, મેઘાલય, મિઝોરમ, નાગાલેંડ, પોંડિચેરી, સિક્કિમ અને ઉત્તરાખંડ છે.

આ ઉપરાંત સૈયદ મુસ્તાક અલી ટ્રોફીમાં પણ ૩૭ ટીમો રમશે. આ ટુર્નામેન્ટ ઈરાની ટ્રોફી પછી રમાશે. સીનીયર મહિલા ટીમ પોતાના ડોમેસ્ટિક સિઝનની શરૂઆત ટી-૨૦ ચેલેન્જ ટ્રોફીથી કરશે. જયારે વન-ડે લીગ એકથી ૨૯ ડિસેમ્બર વચ્ચે રમાશે.