Not Set/ ઈંગ્લેંડના આ પૂર્વ કેપ્ટને કોહલીને લઈ કરી આ ભવિષ્યવાણી, સાંભળીને કાંગારુઓના ઉડી જશે હોશ

નવી દિલ્હી, ભારતીય ટીમ આગામી ૨૧મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારત કાંગારુઓ સામે ૩ ટી-૨૦, ૪ ટેસ્ટ મેચ અને ૩ વન-ડે મેચની શ્રેણી રમવાનું છે, ત્યારે આ પહેલા ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અંગે એક ભવિષ્યવાણી કરી છે. માઈકલ વોને ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા જ ઓસ્ટ્રેલિયાએ ડરાવી […]

Trending Sports
1540141127 vaughan kohli ઈંગ્લેંડના આ પૂર્વ કેપ્ટને કોહલીને લઈ કરી આ ભવિષ્યવાણી, સાંભળીને કાંગારુઓના ઉડી જશે હોશ

નવી દિલ્હી,

ભારતીય ટીમ આગામી ૨૧મી નવેમ્બરથી ઓસ્ટ્રેલિયાના કપરા પ્રવાસે છે. આ પ્રવાસ દરમિયાન ભારત કાંગારુઓ સામે ૩ ટી-૨૦, ૪ ટેસ્ટ મેચ અને ૩ વન-ડે મેચની શ્રેણી રમવાનું છે, ત્યારે આ પહેલા ઈંગ્લેંડના પૂર્વ કેપ્ટન માઈકલ વોને ટીમ ઇન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી અંગે એક ભવિષ્યવાણી કરી છે.

kohli ઈંગ્લેંડના આ પૂર્વ કેપ્ટને કોહલીને લઈ કરી આ ભવિષ્યવાણી, સાંભળીને કાંગારુઓના ઉડી જશે હોશ
sports-england former captain michael vaughan virat kohli-india-tour-australia-2018-inform

માઈકલ વોને ભારતના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ પહેલા જ ઓસ્ટ્રેલિયાએ ડરાવી લીધું છે. હકીકતમાં. ફોકસ સ્પોર્ટ્સ દ્વારા ટ્વિટર પર એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો હતો. જેમાં પૂછવામાં આવ્યું હતું કે, શું વિરાટ ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન શાનદાર બેટિંગ કરી શકશે ?

ફોકસ સ્પોર્ટ્સના આ ટ્વિટનો જવાબ આપતા વોને કહ્યું હતું કે, “હા”. આ વીડિયોમાં કેપ્ટન કોહલીને બેટિંગ કરતો બતાવવામાં આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ ૨૦૧૪-૧૫ના ઓસ્ટ્રેલિયાના પ્રવાસ દરમિયાન વિરાટ કોહલીએ કુલ ૪ ટેસ્ટમાં ૬૯૨ રન બનાવ્યા હતા. આ દરમિયાન કોહલીએ ચાર શાનદાર સદી ફટકારી હતી અને તેનું એવરેજ ૮૬.૫૦નું રહ્યું હતું.