Not Set/ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : સર્બિયાને ૨-૦થી હરાવી બ્રાઝિલે મેળવી પ્રિ-ક્વાર્ટર ફાઈનલની ટિકિટ

મોસ્કો, પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ બ્રાઝિલે શાનદાર રમત દાખવતા ફિફા વર્લ્ડકપના ગ્રુપ-ઈ મુકાબલામાં સર્બિયાને ૨-૦થી હરાવી દીધુ છે. સ્પાર્તક સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં આ જીત સાથે જ બ્રાઝિલે ગ્રુપ-ઈમાં ટોપ પર રહેતા અંતિમ-૧૬ માટે ક્વોલિફાય કરી લીધુ છે. પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલનો મુકાબલો મેક્સિકો સામે થશે. વર્લ્ડકપના ગ્રુપ-ઈમાં અંતિમ-૧૬ માટે ક્વોલિફાય કરનાર બીજી ટીમ સ્વિઝરલેન્ડ રહી […]

Sports
mi ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : સર્બિયાને ૨-૦થી હરાવી બ્રાઝિલે મેળવી પ્રિ-ક્વાર્ટર ફાઈનલની ટિકિટ

મોસ્કો,

પાંચ વખતની વિશ્વ ચેમ્પિયન ટીમ બ્રાઝિલે શાનદાર રમત દાખવતા ફિફા વર્લ્ડકપના ગ્રુપ-ઈ મુકાબલામાં સર્બિયાને ૨-૦થી હરાવી દીધુ છે. સ્પાર્તક સ્ટેડિયમમાં રમાયેલા મુકાબલામાં આ જીત સાથે જ બ્રાઝિલે ગ્રુપ-ઈમાં ટોપ પર રહેતા અંતિમ-૧૬ માટે ક્વોલિફાય કરી લીધુ છે. પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં બ્રાઝિલનો મુકાબલો મેક્સિકો સામે થશે.

વર્લ્ડકપના ગ્રુપ-ઈમાં અંતિમ-૧૬ માટે ક્વોલિફાય કરનાર બીજી ટીમ સ્વિઝરલેન્ડ રહી છે, જેણે કોસ્ટારિકા સામેની મેચ ૨-૨થી ડ્રો કરી હતી.

આ મુકાબલામાં બ્રાઝિલ ટીમે શરુઆતથી જ સર્બિયા પર દબોદબો બનાવી રાખ્યો હતો અને તેણે જીત સાથે જ દમ લીધો. પોલિન્હોએ ૩૬મી મિનિટમાં બ્રાઝિલ તરફથી પ્રથમ ગોલ કરી ટીમનુ ખાતું ખોલાવ્યુ હતું અને આ સરસાઈને હાફ ટાઈમ સુધી યથાવત રાખી હતી. હાફ ટાઈમ સુધી સ્કોર ૧-૦થી બ્રાઝિલના પક્ષમાં હતો.

મેચના બીજા હાફમાં સર્બિયાએ કેટલીક તકો બનાવી પરંતુ બ્રાઝિલના ડિફેન્સ સામે તેઓ નબળા પુરવાર થયા હતા. બ્રાઝિલના સ્ટાર ખેલાડી નેમાર પાસે પણ ગોલ કરવા માટે કેટલીક તક હતી, પરંતુ તે પોતાના અભિયાનમાં સફળ ન થઈ શક્યો.

થિઆગો સિલ્વાએ નેમારના પાસ પર ૬૮મી મિનિટમાં શાનદાર ગોલ કરી ટીમનો સ્કોર ૨-૦ કરી દીધો અને આ અંતરથી બ્રાઝિલે સર્બિયાની ટીમ પર જીત મેળવી લીધી. બ્રાઝિલે આ વખતે સ્વિઝરલેન્ડ સામેની મેચ ૧-૧થી ડ્રો કરી હતી, ત્યારબાદ પોતાની બીજી મેચમાં કોસ્ટારિકાને ૨-૦થી હરાવ્યુ હતું.