Not Set/ ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : વર્લ્ડ ચેમ્પિયન જર્મનીએ સ્વીડનને ૨-૧થી હરાવી હાંસલ કરી શાનદાર જીત

મોસ્કો, રશિયામાં રમાઈ રહેલા ફૂટબોલના મહાકુંભમાં વર્તમાન ચેમ્પિયન ટીમ જર્મનીએ સ્વીડનને ૨-૧થી શાનદાર જીત હાંસલ કરી હતી. શનિવારે મોડી રાત્રે રમાયેલા વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજના મુકાબલામાં જર્મનીના મિડફિલ્ડર ટોની ક્રુસે ૯૫મી નિટમાં દમદાર ગોલ કરતા ટીમને વિજય અપાવ્યો હતો. આ વિજય સાથે જ જર્મનીએ ત્રણ અંક પ્રાપ્ત કર્યાં છે અને પ્રી-ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી લેવાની પોતાની આશાઓ […]

Trending Sports
ફિફા વર્લ્ડકપ ૨૦૧૮ : વર્લ્ડ ચેમ્પિયન જર્મનીએ સ્વીડનને ૨-૧થી હરાવી હાંસલ કરી શાનદાર જીત

મોસ્કો,

રશિયામાં રમાઈ રહેલા ફૂટબોલના મહાકુંભમાં વર્તમાન ચેમ્પિયન ટીમ જર્મનીએ સ્વીડનને ૨-૧થી શાનદાર જીત હાંસલ કરી હતી. શનિવારે મોડી રાત્રે રમાયેલા વર્લ્ડકપના ગ્રુપ સ્ટેજના મુકાબલામાં જર્મનીના મિડફિલ્ડર ટોની ક્રુસે ૯૫મી નિટમાં દમદાર ગોલ કરતા ટીમને વિજય અપાવ્યો હતો.

આ વિજય સાથે જ જર્મનીએ ત્રણ અંક પ્રાપ્ત કર્યાં છે અને પ્રી-ક્વાટર ફાઈનલમાં એન્ટ્રી લેવાની પોતાની આશાઓ જીવંત રાખી છે.

ફિષ્ટ સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં જર્મનીએ આક્રમક શરૂઆત કરી હતી અને પહેલેથી વિરોધી ટીમ સ્વીડન પર દબાવ બનાવવામાં આવી રહ્યું હતું. પરંતુ ત્યારબાદ પણ સ્વીડનના મિડફિલ્ડર વિક્ટોર ક્લાઈસને પોતાની ટીમ માટે શાનદાર ગોલ કરતા ૧-૦ની લીડ અપાવી હતી.

જો કે ત્યારબાદ સેકન્ડ હાફમાં પણ જર્મનીની ટીમે શાનદાર શરૂઆત કરી હતી અને ૪૮મિ મિનિટમાં ૧ ગોલ કરીને ૧ -૧થી બરાબરી કરી હતી. ટીમના સ્ટ્રાઈકર ટીમો વર્નરે બોક્સમાં શાનદાર પાસ આપ્યો હતો અને ત્યારબાદ મિડફિલ્ડર માર્કો રેઉસે આ પાસને ગોલમાં પ્રવર્તિત કર્યો હતો અને આ વર્લ્ડકપમાં પોતાનો પ્રથમ ગોલ કર્યો હતો.

બંને ટીમો વચ્ચે ૧ -૧થી બરાબરી બાદ મેચના ઇન્જરી ટાઈમમાં જર્મનીને બોક્સની પાસે ફ્રી-કિક મળી હતી જેના પર ટોની ક્રુસે શાનદાર ગોલ કરતા પોતાની ટીમ માટે બીજો ગોલ કરતા શાનદાર જીત અપાવી હતી.

આ જીત બાદ જર્મનીનો ગ્રુપ મેચનો આગામી મુકાબલો બુધવારે દક્ષિણ કોરિયા સામે થશે જયારે સ્વીડનની ટીમ મેક્સિકો સામે ટકરાશે.