Not Set/ ભારતની ટીમના આ પૂર્વ ફાસ્ટ બોલરે રસ્તામાં કરી મારામારી, યુવક ઇજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર પર જાહેરમાં મારામારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ભારત વતી આંતરરાષ્ટ્રીય મેચો રમી ચુકેલ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર પર એક વેપારીનો આરોપ છે કે તેની સાથે રસ્તા પર મારપીટ કરી અને તેના દીકરાને પણ ધક્કો માર્યો. આ દરમિયાન તે દારૂના નશામાં હતો. રસ્તા પર ઊભેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓ નીચે ઉતરી રહ્યા હતા, […]

Top Stories Sports
A 5 ભારતની ટીમના આ પૂર્વ ફાસ્ટ બોલરે રસ્તામાં કરી મારામારી, યુવક ઇજાગ્રસ્ત

ટીમ ઈન્ડિયાના પૂર્વ ક્રિકેટર પર જાહેરમાં મારામારી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.ભારત વતી આંતરરાષ્ટ્રીય મેચો રમી ચુકેલ ફાસ્ટ બોલર પ્રવીણ કુમાર પર એક વેપારીનો આરોપ છે કે તેની સાથે રસ્તા પર મારપીટ કરી અને તેના દીકરાને પણ ધક્કો માર્યો. આ દરમિયાન તે દારૂના નશામાં હતો. રસ્તા પર ઊભેલી સ્કૂલ બસમાંથી વિદ્યાર્થીઓ નીચે ઉતરી રહ્યા હતા, જોકે તેની કારને સાઈડ ન મળતા પ્રવિણ ગુસ્સે ભરાયો હતો.

વેપારી દિનેશ શર્માએ જણાવ્યું કે, તેનો 7 વર્ષનો દીકરો યશવર્ધન મેરઠની પબ્લિક સ્કૂલમાં અભ્યાસ કરે છે.શનિવારે બપોરે  તેને સ્કૂલ બસ મૂકવા આવી હતી. આ દરમિયાન તેઓ બાગપત રોડ સ્થિત પેટ્રોલ પંપ પાસે બાઈક લઈને દીકરાની રાહ જોઈ રહ્યા હતા. બસ આવતા છોકરાઓ નીચે ઉતરી રહ્યા હતા અને તે સમય પ્રવિણ કુમાર કાર લઈને ત્યાં પહોંચ્યો. સાઈડ ન મળવાથી નારાજ પ્રવિણ વારંવાર કારનો હોર્ન મારી રહ્યો હતો.

વેપારીના કહેવા  મુજબ પ્રવિણ કુમાર દારૂના નશામાં ચૂર હતો. રસ્તા પરથી બસને જવામાં સમય લાગતા તેણે પોતાનો મિજાજ ગુમાવ્યો. પ્રવિણ કુમાર પર આરોપ છે કે, તેણે બાઈક પર બેઠેલા દિનેશને ધક્કો માર્યો, જેના કારણે તેની આંગળી તૂટી ગઈ, ઉપરાંત યશવર્ધન બાઈક પરથી નીચે પડી જતા તેને પણ ઈજા પહોંચી. આ બાદ પ્રવિણ કુમાર ત્યાંથી જતો રહ્યો.

બીજી તરફ પ્રવિણ કુમારે વેપારીના આરોપોનું ખંડન કર્યું છે. તેણે કહ્યું કે, કોલોનીમાં સામાન્ય બોલાચાલી થઈ ગઈ  હતી. દિનેશના હુમલામાં તેને નાક પર ઈજા પહોંચી છે. તે મામલાને વધારે ચગાવવા નહોતો ઈચ્છતો આ કારણે તેણે પોલીસમાં ફરિયાદ નહોતી કરી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.