Not Set/ ICC ટી-૨૦ રેન્કિંગ : આયર્લેન્ડ સામેની જીત સાથે જ ભારત પહોચ્યું બીજા નંબરે, કોહલી ૮માં ક્રમાંકે ધકેલાયા

દુબઈ, આયર્લેન્ડ સામે રમાયેલી બે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં મળેલી શાનદાર જીતનો ફાયદો ભારતીય ટીમને મળ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા ICC ટી-૨૦ રેન્કિંગમાં ભારતીય ટીમે બીજું સ્થાન હાંસલ કર્યું છે. ICCની ટી-રેન્કિંગમાં પાકિસ્તાનની ટીમ ૧૩૧ રેટિંગ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જયારે ભારત ૧૨૩ પોઈન્ટ સાથે બીજા નંબરે પહોંચ્યું છે. અત્રે ઉલ્લેખનીય […]

Sports
step0002 ICC ટી-૨૦ રેન્કિંગ : આયર્લેન્ડ સામેની જીત સાથે જ ભારત પહોચ્યું બીજા નંબરે, કોહલી ૮માં ક્રમાંકે ધકેલાયા

દુબઈ,

આયર્લેન્ડ સામે રમાયેલી બે આંતરરાષ્ટ્રીય ટી-૨૦ મેચમાં મળેલી શાનદાર જીતનો ફાયદો ભારતીય ટીમને મળ્યો છે. ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ દ્વારા જાહેર કરાયેલા ICC ટી-૨૦ રેન્કિંગમાં ભારતીય ટીમે બીજું સ્થાન હાંસલ કર્યું છે.

ICCની ટી-રેન્કિંગમાં પાકિસ્તાનની ટીમ ૧૩૧ રેટિંગ સાથે પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે, જયારે ભારત ૧૨૩ પોઈન્ટ સાથે બીજા નંબરે પહોંચ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં જ આયર્લેન્ડ સામે રમાયેલી બે મેચની સિરીઝ ભારતે ૨-૦થી જીતી હતી અને આ કારણે ભારતને એક સ્થાનનો ફાયદો પહોંચ્યો છે. ત્યારે હવે ભારતીય ટીમ મંગળવારથી ઈંગ્લેંડમાં ત્રણ ટી-૨૦ મેચની શ્રેણી રમશે.

ટી-૨૦ રેન્કિંગમાં પાકિસ્તાનના બાબર આઝમ પ્રથમ સ્થાને યથાવત છે જયારે ભારતીય કેપ્ટન વિરાટ કોહલી આયર્લેન્ડ સામેના ખરાબ પ્રદર્શન બાદ તે ૮માં સ્થાને પહોચ્યો છે. બોલિંગ રેન્કિગમાં અફઘાનિસ્તાનના સ્પિન બોલર રાશિદ ખાન પ્રથમ સ્થાને છે.

ટી-૨૦ ટીમ રેન્કિંગ 

૧. પાકિસ્તાન   :  ૧૩૧

૨. ભારત   :   ૧૨૩

  1. ઓસ્ટ્રેલિયા   :  ૧૨૨

૪. ઇંગ્લેન્ડ  : ૧૧૮

૫. ન્યુઝીલેન્ડ : ૧૧૬

ટોચના 5 બેટ્સમેન

૧. બાબર આઝમ (પાકિસ્તાન) :  ૮૪૬

૨. કોલિન મુનરો (ન્યુઝીલેન્ડ)  :  ૮૦૧

૩. ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા) :  ૭૯૯

૪. એરોન ફિન્ચ (ઓસ્ટ્રેલિયા)   :  ૭૬૩

૫. ઇવિન લુઇસ (વેસ્ટ ઈન્ડિઝ) :  ૭૫૩

ટોચના 5 બોલર

૧. રાશિદ ખાન (અફગાનિસ્તાન) : ૮૧૩

૨. શાદબ ખાન (પાકિસ્તાન) :  ૭૩૩

૩. યજુવેન્દ્ર ચહલ (ભારત) :  ૭૦૬

૪. ઇશ સોઢી (ન્યુઝીલેન્ડ) : ૭૦૦

૫. સેમ્યુયલ બદ્રી (વેસ્ટ ઈન્ડિઝ)  : ૬૭૪