Not Set/ ICC મહિલા ટીમમાં ભારતીય ખેલાડીઓએ બતાવ્યો પોતાનો પરચો, હરમનપ્રીતને બનાવાઈ ટી-૨૦ ટીમની કેપ્ટન

દુબઈ, વર્ષ ૨૦૧૮ના વર્ષને પૂર્ણ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હવે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા આ વર્ષની મહિલા વન-ડે અને ટી-૨૦ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે. Congratulations to the ICC Women’s ODI Team of the Year 2018!🇮🇳 @mandhana_smriti🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 @Tammy_Beaumont🇳🇿 @SuzieWBates (c)🇿🇦 @danevn81🇳🇿 @sophdevine77🇦🇺 @ahealy77🇿🇦 @kappie777🌴 @Dottin_5🇵🇰 @mir_sana05🏴󠁧󠁢󠁥󠁮󠁧󠁿 @Sophecc19🇮🇳 @poonam_yadav24 #ICCAwards ⬇️https://t.co/V6qREy5SAD […]

Top Stories Trending Sports

દુબઈ,

વર્ષ ૨૦૧૮ના વર્ષને પૂર્ણ થવાને હવે ગણતરીના કલાકો બાકી છે, ત્યારે હવે ICC (ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ) દ્વારા આ વર્ષની મહિલા વન-ડે અને ટી-૨૦ ક્રિકેટ ટીમની જાહેરાત કરવામાં આવી છે.

ICC દ્વારા જાહેર કરાયેલી આ ટીમમાં ભારતીય મહિલા ટીમનો પરચમ જોવા મળ્યો છે. ભારતના ટી-૨૦ ફોર્મેટની કેપ્ટન હરમનપ્રીત કૌરને વર્ષ ૨૦૧૮ની ટી-૨૦ ટીમના કેપ્ટન બનાવાયા છે.

જયારે ICCની મહિલા ODI ટીમના કેપ્ટન તરીકે ન્યુઝીલેન્ડની સુઝી બેટ્સની પસંદગી કરાઈ છે.

Image result for PUNAM YADAV AND SMRUTI MANDHANA

ICCએ જાહેર કરેલી ટીમમાં ભારતીય ખેલાડીઓની વાત કરવામાં આવે તો, આ ટીમમાં હરમનપ્રીત કૌર ઉપરાંત સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવનો સમાવેશ કરાયો છે.

સ્મૃતિ મંધાના અને પૂનમ યાદવનો ICCની ODI અને ટી-૨૦ એમ બંને ટીમમાં સમાવેશ કરાયો છે.

Image result for POONAM YADAV

ICC દ્વારા જાહેર કરાયેલી બંને ટીમમાં મીડિયા અને બ્રોડકાસ્ટર દ્વારા કરાયેલા વોટ તેમજ સમગ્ર વર્ષ દરમિયાન તેઓના પરફોર્મન્સના આધારે આ ખેલાડીઓની પસંદગી કરાઈ છે.

ICC મહિલા વન-ડે ટીમ :

સ્મૃતિ મંધાના (ઈન્ડિયા), ટેમી બીમૌન્ટ (ઈંગ્લેન્ડ), સુજી બેટ્સ (ન્યુ ઝિલેન્ડ) (કેપ્ટન), ડેન વાન નિઅર્ક (દક્ષિણ આફ્રિકા), સોફી ડિવાઇન (ન્યૂઝીલેન્ડ), એલિસા હેલી (ઓસ્ટ્રેલિયા) (વિકેટકીપર), મારિઝન્ને કેપ (દક્ષિણ આફ્રિકા), ડોટીન (વેસ્ટ ઇન્ડીઝ), સના મીર (પાકિસ્તાન), સોફી એક્લેસ્ટોન (ઇંગ્લેન્ડ), પૂનમ યાદવ (ભારત)

ICC મહિલા ટી-૨૦ ટીમ :

સ્મૃતિ મંધાના (ઈન્ડિયા), એલિસા હેલી (ઓસ્ટ્રેલિયા) (વિકેટકીપર), સુજી બેટ્સ (ન્યૂઝીલેન્ડ), હરમનપ્રીત કૌર (ભારત) (કેપ્ટન), નેતાલી સ્કીવર (ઇંગ્લેન્ડ), એલિસે પેરી (ઑસ્ટ્રેલિયા), એશલીગ ગાર્ડનર (ઑસ્ટ્રેલિયા), લેઇ કાસ્પેરેક (ન્યુઝીલેન્ડ), મેગન સ્કટ (ઓસ્ટ્રેલિયા), રુમાના અહમદ (બાંગ્લાદેશ), પૂનમ યાદવ (ભારત).