Not Set/ IND v/s ENG : પ્રથમ ટી-૨૦ મેચ જીતવાની સાથે જ કુલદીપ યાદવ અને ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ

માન્ચેસ્ટર, ભારતીય ટીમે પોતાના ઈંગ્લેંડના કપરા પ્રવાસની શરૂઆત વિજય સાથે કરી છે. માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ ૨૦ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. પ્રથમ મેચમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને સ્ફોટક બેટ્સમેન કે એલ રાહુલની સદીના સહારે ભારતે યજમાન ટીમને ૮ વિકેટે હરાવી હતી. આ સાથે જ ભારતે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ બનાવી લીધી […]

Trending Sports
pti 2 IND v/s ENG : પ્રથમ ટી-૨૦ મેચ જીતવાની સાથે જ કુલદીપ યાદવ અને ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ

માન્ચેસ્ટર,

ભારતીય ટીમે પોતાના ઈંગ્લેંડના કપરા પ્રવાસની શરૂઆત વિજય સાથે કરી છે. માન્ચેસ્ટરમાં રમાયેલી પ્રથમ ૨૦ મેચમાં ભારતીય ટીમનો શાનદાર વિજય થયો હતો. પ્રથમ મેચમાં ચાઈનામેન બોલર કુલદીપ યાદવ અને સ્ફોટક બેટ્સમેન કે એલ રાહુલની સદીના સહારે ભારતે યજમાન ટીમને ૮ વિકેટે હરાવી હતી. આ સાથે જ ભારતે ૩ મેચની શ્રેણીમાં ૧-૦ની લીડ બનાવી લીધી છે.

જો કે આ મેચ જીતવાની સાથે જ સ્પિન બોલર કુલદીપ યાદવ અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોનીએ એક વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કર્યો છે.

d28ef620 e65d 11e7 bb33 29502a427e3f IND v/s ENG : પ્રથમ ટી-૨૦ મેચ જીતવાની સાથે જ કુલદીપ યાદવ અને ધોનીએ બનાવ્યો આ રેકોર્ડ

માન્ચેસ્ટરના ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે રમાયેલી ટી-૨૦ મેચમાં એમ એસ ધોની અને ગુગલી બોલર કુલદીપ યાદવ વચ્ચે જોરદાર તાલમેલ જોવા મળ્યો હતો. ઈંગ્લેંડ સામેની મેચમાં કુલદીપ યાદવે ૧૪મી ઓવરના બે બોલ પર ૨ વિકેટ લીધી હતી.

યાદવે ૧૪મી ઓવરના ત્રીજા બોલે જોની બેયરસ્ટો અને ચોથા બોલે જો રુટને પેવેલીયનમાં મોકલ્યા હતા. આ બંને બોલ પર કુલદીપ યાદવના બોલે એમ એસ ધોનીએ સ્ટમ્પ કર્યા હતા.

કુલદીપ યાદવ-ધોનીએ બનાવ્યો રેકોર્ડ

ચાઈનામેન્ટ બોલર કુલદીપ યાદવના ૨ બોલ પર એમ એસ ધોનીએ સ્ટમ્પ કર્યા હતા. જો કે આ સાથે જ ટી-૨૦ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સતત ૨ બોલ પર બે બેટ્સમેનને સ્ટમ્પ કરાવનાર પ્રથમ બોલર બન્યો છે.

જયારે પૂર્વ કેપ્ટન અને વિકેટકીપર બેટ્સમેન એમ એસ ધોની ટી-૨૦ ક્રિકેટમાં સૌથી વધુ સ્ટમ્પીંગ કરનાર વિકેટકીપર બની ગયા છે. ધોનીએ ૩૩ સ્ટમ્પીંગ કરવાની સાથે જ પાકિસ્તાનના વિકેટકીપર કામરાન અકમલનો ૩૨ સ્ટમ્પનો રેકોર્ડ તોડી વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે.

ટોસ હારીને ઇંગ્લેન્ડે કરી પ્રથમ બેટિંગ

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા માટે મેદાને ઉતરેલી ઇંગ્લેન્ડની ટીમે નિર્ધારિત ઓવરમાં ૮ વિકેટના નુકશાને ૧૫૯ રન બનાવ્યા હતા. ઈંગ્લેંડ તરફથી ઓપનર જેશન રોએ ૨૦ બોલમાં ૩૦ રન જયારે વિકેટકીપર બેટ્સમેન બટલરે ૪૬ બોલમાં ૬૯ રન ફટકાર્યા હતા. આ સિવાય ઇંગ્લેન્ડની ટીમનો કોઈ ખેલાડી સ્પિન બોલર કુલદીપ યાદવ સામે ટકી શક્યા ન હતા. ભારત તરફથી યાદવે ૫ વિકેટ જયારે ઝડપી`ફાસ્ટ બોલર ઉમેશ યાદવે ૨ વિકેટ ઝડપી હતી.

ઇંગ્લેન્ડ દ્વારા આપવામાં આવેલા ૧૬૦ રનના ટાર્ગેટના જવાબમાં આ લક્ષ્ય ભારતે ૧૮.૨ ઓવરમાં વટાવી ૮ વિકેટે જીત હાંસલ કરી હતી. ભારતીય ટીમ તરફથી ઓપનર બેટ્સમેન રોહિત શર્માએ ૩૦ રન બનાવ્યા હતા જયારે સ્ફોટક બેટ્સમેન કે એલ રાહુલે ૫૪ બોલમાં  ૧૦૧ રનની મેચ વિનિંગ રમી હતી અને ભારતને ૧-૦ની લીડ અપાવી હતી. કેપ્ટન વિરાટ કોહલીએ પણ ૨૦ રન બનાવ્યા હતા. જયારે ઇંગ્લેન્ડ તરફથી ઝડપી બોલર ડેવિડ વિલી અને સ્પિન બોલર આદિલ રશીદે અનુક્રમે ૧-૧ વિકેટ ઝડપી હતી.