Not Set/ #AsiaCup : ભારતની અન્ડર ૧૯ ટીમે શ્રીલંકાને હરાવી રેકોર્ડ છઠ્ઠી વાર ખિતાબ પર કર્યો કબ્જો

ઢાકા, એશિયા કપમાં ભારતની સીનીયર ટીમ બાદ હવે જુનિયર ટીમે પણ પરચમ લહેરાવ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાયેલા એશિયા કપમાં ભારતની અન્ડર ૧૯ ટીમે શ્રીલંકાની ટીમને ૧૪૪ રનના વિશાળ અંતરથી હરાવી શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે જ ભારતે રેકોર્ડ છઠ્ઠી વાર એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે. અન્ડર -૧૯ એશિયા કપની ફાઈનલ […]

Trending Sports
indian u 19 team #AsiaCup : ભારતની અન્ડર ૧૯ ટીમે શ્રીલંકાને હરાવી રેકોર્ડ છઠ્ઠી વાર ખિતાબ પર કર્યો કબ્જો

ઢાકા,

એશિયા કપમાં ભારતની સીનીયર ટીમ બાદ હવે જુનિયર ટીમે પણ પરચમ લહેરાવ્યો છે. બાંગ્લાદેશની રાજધાની ઢાકામાં રમાયેલા એશિયા કપમાં ભારતની અન્ડર ૧૯ ટીમે શ્રીલંકાની ટીમને ૧૪૪ રનના વિશાળ અંતરથી હરાવી શાનદાર જીત હાંસલ કરી છે. આ સાથે જ ભારતે રેકોર્ડ છઠ્ઠી વાર એશિયા કપનો ખિતાબ પોતાના નામે કર્યો છે.

અન્ડર -૧૯ એશિયા કપની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે નિર્ધારિત ૫૦ ઓવરમાં ૩ વિકેટના નુકશાને ૩૦૩ રનનો વિશાળ સ્કોર ખડકયો હતો. જો કે ૩૦૪ રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની ટીમ ૩૮.૪ ઓવરમાં માત્ર ૧૬૦ રન બનાવી તંબુભેગી થઇ ગઈ હતી.

ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમ તરફથી કેપ્ટન સિમરન સિંહના ૬૫ રન, ઇન ફોર્મ બેટ્સમેન યશસ્વી જયસવાલના ૮૫ રન, અનુજ રાવતના ૫૭ રન અને આયુષ બદોનીની માત્ર ૨૮ બોલમાં ૫૨ રનની તૂફાની ઇનિંગ્સ સાથે ૩૦૩ રન બનાવ્યા હતા અને વિરોધી શ્રીલંકન ટીમને ૩૦૪ રનનો ટાર્ગેટ આપ્યો હતો.

Do6I17pWwAAcayt #AsiaCup : ભારતની અન્ડર ૧૯ ટીમે શ્રીલંકાને હરાવી રેકોર્ડ છઠ્ઠી વાર ખિતાબ પર કર્યો કબ્જો
sports-india-u19-clinch-asia-cup-144-runs-win-over-sri-lanka-final-record-6th time champion

ભારત દ્વારા આપવામાં આવેલા ૩૦૪ રનના ટાર્ગેટ સામે શ્રીલંકાની પૂરી ટીમ માત્ર ૧૬૦ રનમાં જ ઓલ આઉટ થઇ ગઈ હતી. શ્રીલંકા તરફથી માત્ર ઓપનર બેટ્સમેન નિશાન મદુસ્કાએ સૌથી વધુ ૪૯ રન બનાવ્યા હતા. આ સિવાય વિરોધી ટીમનો એક પણ બેટ્સમેન લેગ સ્પિન બોલર હર્ષ ત્યાગીની વેધક બોલિંગ સામે ટકી શક્યા ન હતા અને ૧૪૪ રનના મોટા અંતરથી હારનો સ્વાદ ચાખ્યો હતો.

ભારત તરફથી સ્પિન બોલર હર્ષ ત્યાગીએ તરખાટ મચાવતા ૩૮ રનમાં સૌથી વધુ ૬ વિકેટ ઝડપી હતી, જયારે સિદ્ધાર્થ દેસાઈએ ૨ અને મોહિતે એક વિકેટ ઝડપી હતી.