Not Set/ હૈદરાબાદ ટેસ્ટમાં “૧૦ કા દમ” બતાવવાની સાથે જ ઉમેશ યાદવે આ દિગ્ગજોની યાદીમાં મેળવ્યું સ્થાન

હૈદરાબાદ, હૈદરાબાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ૧૦ વિકેટે શાનદાર વિજય થયો છે. ઝડપી બોલર ઉમેશ યાદવની ઘાતક બોલિંગની સામે કોઈ પણ કેરેબિયન બેટ્સમેન ટકી શક્યો ન હતો, અને ભારતે સિરીઝમાં ૨-૦થી કબ્જો કર્યો હતો. બીજી ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવે તરખાટ મચાવતા પ્રથમ ઇનિંગ્સમાં ૮૮ રન આપીને ૬ વિકેટ […]

Trending Sports
Dpc8GeTWsAAAP7z હૈદરાબાદ ટેસ્ટમાં “૧૦ કા દમ” બતાવવાની સાથે જ ઉમેશ યાદવે આ દિગ્ગજોની યાદીમાં મેળવ્યું સ્થાન

હૈદરાબાદ,

હૈદરાબાદમાં ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમનો ૧૦ વિકેટે શાનદાર વિજય થયો છે. ઝડપી બોલર ઉમેશ યાદવની ઘાતક બોલિંગની સામે કોઈ પણ કેરેબિયન બેટ્સમેન ટકી શક્યો ન હતો, અને ભારતે સિરીઝમાં ૨-૦થી કબ્જો કર્યો હતો.

DpXJvk3U4AE4l1u હૈદરાબાદ ટેસ્ટમાં “૧૦ કા દમ” બતાવવાની સાથે જ ઉમેશ યાદવે આ દિગ્ગજોની યાદીમાં મેળવ્યું સ્થાન

બીજી ટેસ્ટ મેચમાં ઉમેશ યાદવે તરખાટ મચાવતા પ્રથમ ઇનિંગ્સમાં ૮૮ રન આપીને ૬ વિકેટ ઝડપી હતી, જયારે બીજી ઇનિંગ્સમાં ૪૫ રન આપી ૪ વિકેટ ઝડપી હતી. આ સાથે યાદવે પોતાના ટેસ્ટ કેરિયરમાં પહેલીવાર ૧૦ વિકેટ ઝડપી છે.

હૈદરાબાદ ટેસ્ટમાં “૧૦ કા દમ” બતાવવાની સાથે જ ઉમેશ યાદવે આ દિગ્ગજોની યાદીમાં મેળવ્યું સ્થાન

એક ટેસ્ટમાં ૧૦ વિકેટ ઝડપવાની સાથે જ ઉમેશ યાદવ ભારતનો ૮ મો ઝડપી બોલર બની ગયો છે. આ પહેલા પૂર્વ કેપ્ટન કપિલ દેવ અને ઈરફાન પઠાણ ૨ -૨ વાર, ચેતન શર્મા, વેંકટેશ પ્રસાદ, જવાગલ શ્રીનાથ, ઇશાંત શર્મા અને ઝાહિર ખાને આ ખાસ ઉપલબ્ધિ હાંસલ કરી છે. બીજી બાજુ આ ચોથો મૌકો છે ત્યારે કોઈ ભારતીય ઝડપી બોલરે ભારતની ધરતી પર ૧૦ વિકેટ હાંસલ કરી છે.